________________ (210) જયાનંદ કેવળી ચરિત્ર. જેવું વ્રત (ગાળ), ઉંચું અને શ્રેષ્ઠ સરખી સપાટીવાળું પીઠ કરાવ્યું. પછી સર્વ દિશાઓમાંથી અને વિવિધ સ્થાનેથી આવેલા સર્વ દીનાદિકને તે સત્રાગારમાં હમેશાં જમાડવા માટે કુમારે પોતાના કિકરને આદેશ આપે; અને પિલું ચિત્રપટ નવા બંધાવેલા પીઠપર મૂકી તે સર્વ પરદેશીઓને બતાવવા માટે પિતાના સેવકોને આજ્ઞા કરી, અને સાથે કહ્યું કે-“કઈ માણસ સ્થિર દ્રષ્ટિથી આ ચિત્રપટને જોઈ તે નગર વિગેરેનું નામ કહે છે તે માણસને મારી પાસે લાવવો. તે પટની રક્ષા કરવા માટે જ તમને નીમ્યા છે, તેથી તમારે રાત્રે પણ સર્વ ઉપદ્રવોથી આ ચિત્રપટનું રક્ષણ કરવાનું છે. " આ પ્રમાણે શિક્ષા આપેલા કુમારના તે નિપુણ સેવકે હર્ષથી કુમારના આદેશ પ્રમાણે સર્વ કાર્ય કરવા લાગ્યા. ત્યારથી ચૈત્યમાં અને સત્રાગારમાં જતાં આવતાં સર્વ જન તે ચિત્રપટને જોઈ આશ્ચર્ય પામી ચિત્રની અંદરના રૂપોનું અનેક પ્રકારે વર્ણન કરવા લાગ્યા. એકદા જેનાં વસ્ત્રો ધૂળવડે ધસર થયેલાં હતાં એવા કેટલાક પથિક દૂર દેશથી ત્યાં આવ્યા. તેઓ તે ચિત્ર જોઈ અત્યંત વિસ્મય પામી બોલ્યા કે–અહે! કઈ જ્ઞાન, વિજ્ઞાન અને બુદ્ધિવાળાએ આ અમારું નિવાસસ્થાન શ્રીપદ્મપુર નામનું નગર છે તે આમાં બરાબર ચિતર્યું છે.” તે સાંભળી પટના રક્ષકોએ તેમને પૂછયું કે –“તમે કેણ છો અને કયાંથી આવ્યા છો ? " તેઓએ જવાબ આપ્યો કે–“કેઈએ આ પટમાં જે નગર ચિતર્યું છે તે પદમપુર નામના નગરથી અમે આવીએ છીએ.” તે સાંભળી રક્ષક તેમને તત્કાળ કુમાર પાસે લઈ ગયા, અને તેમને ચિત્રપટ જોતાં જે વિસ્મય થયેલો અને તેમાં ચિતરેલા નગરનું નામ કહેલું તે સર્વ વૃત્તાંત હિર્ષથી તેઓએ જણાવ્યું. તે સાંભળી કુમારે વાણીવડે તેમને સંતોષ પમાડી હર્ષથી ચિત્રપટને વૃત્તાંત પૂછયે. ત્યારે તેઓએ પદ્મપુર નગર વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું “અહીંથી સો જન દૂર આ ચિત્રપટમાં આળેખેલી ભાવાળું પદ્દમકૂટ નામના પર્વતની પાસે પમપુર નામનું નગર છે. સ્વર્ગને જીતનારી સમૃદ્ધિવાળા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust