________________ (206) જયાનંદ કેવળી ચરિત્ર. તે પરના અદત્તપણને લીધે તે જળ પીધું નહિં. પરંતુ દુઃસહ એવી તૃષા તે સહન કરી એ મને મેટું આશ્ચર્ય લાગ્યું. હે ભદ્ર! આ પૃથ્વીપર તું ભવ્ય જીવોના મધ્યમાં ભદ્રસ્થાનરૂપ છે, કારણ કે સત્ય પ્રતિજ્ઞાવાળા એવા તે પિતાના વ્રતને પરિપૂર્ણ નિર્વાહ કયો છે. આ રીતે જાતિવંત સુવર્ણની જેમ મેં તારી પરીક્ષા કરી છે. તેમાં તે પોતાને વિષે જ પાપરહિત અને લાઘા કરવા લાયક અમૂલ્યપણું બતાવી આપ્યું છે. તારી પ્રતિજ્ઞા તે સિદ્ધ કરી તેથી ગુરૂની વાણી પણ સત્ય થઈ છે, તેથી હવે હું તને મારા અપરાધ સંબંધી મિથ્યાદુષ્કત આપું છું, અને આ પ્રમાણે તારૂં ત્રીજા અણુવ્રત સંબંધી અત્યંત દઢપણું જોઈ હું સંતુષ્ટ થયે છું, તેથી તું મારી પાસેથી કાંઈક પણ લઈને મારા પર અનુગ્રહ કર.” આ પ્રમાણે કહીને તે વિદ્યાધરે હર્ષથી તે સાધર્મિક ગુણધરની ભક્તિ કરવા માટે તેને પાઠસિદ્ધ આકાશગામિની વિદ્યા આપી. આ સિવાય બીજી પણ વિદ્યા, મંત્ર, ઔષધિ વિગેરે અનેક ઉચિત વસ્તુ આપીને તે વિદ્યારે તેની પાસે ઘણું દ્રવ્ય મૂકી તે લેવાની પ્રાર્થના કરી. ત્યારે તે ગુણધરે તેની પાસેથી સર્વ વિદ્યાદિક ગ્રહણ કરી તેને સંતેષ પમાડી સ્વચ્છ બુદ્ધિથી તેને પૂછયું કે –“આ સર્વ ધન કોનું છે?” તે સાંભળી તે વિદ્યાધર બે કે “હમણું તો આ ધન મારું જ છેપરંતુ પ્રથમથી કહું તે કેટલુંક મારું અને કેટલુંક બીજાનું પણ ગ્રહણ કરેલું આ ધન છે.” તે સાંભળી સાહસિકમાં અગ્રેસર એવે તે ગુણધર સાર્થવાહ બે કે–“હે ખેચર! આવું આચરણ કરવાથી તે નિંદાને પાત્ર છે, કેમકે એક તરફ તું ધર્મતત્ત્વને અંગીકાર કરે છે, અને બીજી તરફ જાણે ધર્મપર રોષ થયો હોય તેમ તેનાથી વિપરીત આચરણ કરે છે, તે આ શ્ચર્ય છે. ચેરીથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે મેળવેલું આ તારું શુદ્ધ ધન પણ મદિરાના લેશવડે સમગ્ર જળની જેમ અશુદ્ધજ થયું છે. જે તે પિતારૂપ ગુરૂની પાસે ધર્મ અંગીકાર કર્યો હોય, અને તે ધર્મને સ્થિર કરવા જે નિર્મળ મનવડે તારી ઈચ્છા હોય, જે તું ચોરીથી નિવૃત્ત થયે હેય, અને જો તારે સારા વ્રતવાળા થવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust