________________ આઠમાં સર્ગ, (203) ભવમાં અદત્તને ગ્રહણ નહીં કરું” એવી પ્રતિજ્ઞાવાળા પુરૂષોને બને લેકમાં અચાર્યના આશ્રયવાળી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. અદત્તને ગ્રહણ કરનાર મનુષ્યને કાંઈ પણ ગુણ થતા નથી, તેમજ સુખ, યશ, લક્ષમી અને ધર્મ પણ થતું નથીપરંતુ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અદત્ત ગ્રહણરૂપ દોષપર એક વાર પણ આરૂઢ થાય તેની જન્મથી આરંભીને ઉપાર્જન કરેલી કીતિ તત્કાળ નષ્ટ થઈ જાય છે, તેથી આ જળ તારૂં ન હોવાથી હું તારા કહેવાથી તે ગ્રહણ કરીશ નહીં, અને પ્રાણાંતે પણ હું તેનું પાન કરીશ નહીં. તૃષાના ઉદયથી જળપાન નહીં કરતાં એકજ વાર મરણ થાય છે; પરંતુ તેમાં એકવાર પણ અતિચાર લગાડતાં તે અનંત મરણોને પામનારે તે પ્રાણ થાય છે.” આ પ્રમાણે મન, વચન અને કાયાથી વ્રતની દઢતાવાળે તે સાર્થપતિ પોપટ પક્ષીની સાથે વાર્તા કરતું હતું, તેવામાં તત્કાળ તે પક્ષી અદશ્ય થઈ ગયો. તે જોઈને વિસ્મય પામેલા એવા તેની પાસે અકસ્માત્ ચિંતવ્યા વિના એક પુરૂષ પ્રગટ થયું. તે પુરૂષ તેની પાસે આવી સત્ય પ્રતિજ્ઞાવાળા ગુણધરને નમસ્કાર કરી તેને કહેવા લાગ્યો કે-“હે ભદ્ર! તું એકજ પિતાના વ્રતમાં દઢ હોવાથી ખરે સાત્વિક છે. આ પ્રમાણે તેણે કરેલી પોતાની લાઘા સાંભળી તે સાથે પતિ બોલ્યા કે—“તું અન્યના ગુણ જોઈ હર્ષ પામે છે, તેથી તું પણ આ જગતમાં ગુણ છે; પરંતુ તારા આશ્ચર્યકારક ચરિત્રને પૂછું છું, તે તું પ્રથમ કહે કે તું કોણ છે? અને ક્યાંથી તેમજ શા માટે અહીં આવ્યો છે?” ત્યારે તે બોલ્યો કે-“હે ભદ્ર પ્રકૃતિવાળા ! હે અમાયાવી ! હે કુશળ પુરૂષ! સાંભળ:– આજ ભરતક્ષેત્રમાં તાત્રે નામને પર્વત છે. ત્યાં દક્ષિણ શ્રેણિને વિષે વિપુલા નામની યથાર્થ નામવાળી નગરી છે. તે ચંદ્ર નામના વિદ્યાધરપતિની પ્રસિદ્ધ રાજધાની છે. તેમાં વિશદ નામનો ઉત્તમ વિદ્યાધર વસે છે, તેને મણિની માળા જેવી નિર્મળ મણિમાલા નામની પ્રિયા છે, તેમને હું સૂર્ય નામે પુત્ર છું. સમય પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust