________________ (188). જાનંદ કેવળી ચરિત્ર. ધન પણ તેમાં તેણે જોયું નહીં. “જેની પાસે ધન હોય છે, તેને પ્રાયે કરીને દાન દેવાની ઈચ્છા થતી નથી, અને જેને દાન દેવાની ઈચ્છા થાય છે, તેની પાસે પ્રાયે ધન હેતું નથી; કદાચ ધન હોય છે તો દેવાને અવસરે તે દાતારને દેવા લાયક (પાત્ર) ને ચાગ પ્રાપ્ત થતી નથી, તેમજ દેવા લાયક વસ્તુનો વેગ પણ પ્રાપ્ત થતો નથી, પાત્રની પ્રાપ્તિ થવી તે પણ અતિ દુર્લભ છે. તેવા પાત્રની જે પ્રાપ્તિ થાય તો પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્યથી જ થઈ છે એમ જાણવું.” આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠી વધામણ આપનારને દેવા લાયક વસ્તુની તેમજ દ્રવ્યની અપ્રાતિથી મનમાં કાંઈક દુ:ખી થયો; અને નીચું મુખ રાખી પગની આંગળીના નખવડે વારંવાર ભૂમિ ખેતરવા લાગ્યો. એટલામાં તત્કાળ પુત્રના અત્યંત પૂર્વપુણ્યના પ્રભાવથી કીડીઓના દરના છિદ્ર જેવું એક બિલ (છિદ્ર) તેના જેવામાં આવ્યું. ફરી ખાતરવાથી ત્યાં તત્કાળ તે છિદ્ર મોટા દ્વારરૂપે દેખાયું, અને તેમાં તેણે નવીન અને અપરિમિત સુવર્ણ દ્રવ્ય જોયું. તે વખતે તે દ્રવ્ય પિતાના પુત્રના નિ:સીમ ભાગ્યથી જ પ્રાપ્ત થયેલું માની અત્યંત વિસ્મયથી હર્ષિત મનવાળા થઈ શ્રેષ્ઠીએ વિચાર્યું કે –“મનુષ્યોને વિષે આ મારો પુત્ર નિ:સીમ ઉત્તમ પુણ્યશાળી મનુષ્યની સીમારૂપ છે, તેથી આ દ્રવ્યવડે તેનો ઉચિત જન્મમહોત્સવ કરીને એ પુન્યશાળીનો મહિમા તત્કાળજ પ્રકાશ કરવા લાયક છે.” આ પ્રમાણે વિચારી તેણે તે વધામણું આપનારને કહ્યું કેહે ભદ્ર! તું ક્ષણવાર બહાર જા, તેટલામાં હું વસ્ત્રાદિક મંગાવું છું.” એમ કહી તેને વિદાય કરી પિતે તે સ્થાન ખોદી તેમાંથી લાખ ગમે (અમિત) ધન કાઢ્યું. પછી તે દ્રવ્યવડે મનહર વસ્ત્ર, આભૂષણ, ખાદ્ય, ઘી, ગેળ વિગેરે ઘણું વસ્તુઓ મંગાવી તે વધામણું આપનારને તથા બીજાઓને પણ ઈચ્છા પ્રમાણે ઉચિતદાન આપ્યું, અને સર્વત્ર રક્ષણ કરાવ્યું (જીવદયા પળાવી.) તેમને ઘેર ચિરકાળ સુધી વાજિત્રને અદ્વૈત નાદ પ્રગટ થયે (વાજિંત્રો વાગ્યા). પિતાદિકના મનમાં અદ્વિતીય મહાનંદ પ્રાપ્ત થયે, ત્યાં જતાં આવતાં સ્વજનોની વાણી હર્ષ આપનારી થવા લાગી, નિરંતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust