________________ (186), જયાનંદ કેવળી ચરિત્ર. નિરધાર કરો. જેઓ પ્રાણાતે પણ છેડા પણ અદત્તને ગ્રહણ કરતા નથી, તેઓને લક્ષ્મીપુંજની જેમ આ ભવમાં તથા પરભવમાં લક્ષ્મી પોતેજ વરે છે. અદત્ત ન ગ્રહણ કરવા ઉપર લક્ષ્મીપુજની કથા- ઈદ્રની નગરીની સ્પર્ધા કરનારું અને સમૃદ્ધિવડે દેદીપ્યમાન હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં રૂપ, નામ અને પરાક્રમવડે પુરંદર (ઈ૮) જે પુરંદર નામને રાજા રાજ્ય કરતો હતો. તેને સાક્ષાત્ પિલેમી (ઈંદ્રાણું) જેવી પેલેમી નામની રાણી હતી. તે ચાતુર્ય અને ઔદાર્યાદિક ગુણયુક્ત તથા શીલની લીલાથી શોભતી હતી. તે નગરમાં સાર્થક નામવાળે સુધર્મા નામે શ્રેષ્ઠી વસતો હતો. તે પવિત્ર બુદ્ધિવાળો, જૈનધમ, દયાળુ, સદગુરૂને અને દેવને વિષે અનુરાગી હતો. તેને ગૃહસ્થાશ્રમની નીતિ જાણવામાં વિચક્ષણ ધન્યા નામની પત્ની હતી. તેણીની સાથે શ્રેષ્ઠી માંગલિક સમયને નિર્ગમન કરતા હતા. અનુક્રમે તે શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયથી નિર્ધન થઈ ગયે; તે પણ નેહવાળા બંધુની જેમ તેણે જેનધર્મને ત્યાગ કર્યો નહીં. પરંતુ સર્વ સુકૃત પિતાને આધીન થાય તેટલા માટે તે છ આવશ્યક અને દેવપૂજાદિક કર્મમાં વિશેષ યતન કરવા લાગે. એકદા અસાધારણ પયયુત પુત્રને સૂચવનાર સ્વપનમાં ધન્યાએ વિકસ્વર કમળવાળું પદ્ધસરોવર જોયું. તરતજ જાગૃત થયેલી તેણીએ હર્ષ સહિત તે સ્વપ્ન પતિને જણાવ્યું. ત્યારે તે સ્વપ્નનું ફળ સમ્યક્ પ્રકારે વિચારીને હર્ષથી તેણે પ્રિયાને કહ્યું કે-“સમય પૂર્ણ થયે અક્ષણ લક્ષ્મી, લાવણ્ય અને પુણ્યરૂપ શ્રેષ્ઠ નિધાનના આશ્રયસમાન પુત્ર તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કર્ણને અમૃત સમાન તેનું કહેલું વચન ઉત્કંઠાપૂર્વક સાંભળીને તે ધન્યા પિતાને જાણવા લાયક અર્થનો નિશ્ચય થવાથી હર્ષિત થઈ. તેણીએ ખાણની જેમ પોતાના ગર્ભાશયમાં બે પ્રકારના રત્નરૂપ બને ધારણ કર્યો, તેથી તેણીના સર્વ અંગની અદ્દભુત શભા થઈ. તરીએ ડર્ષ સહિતગારીને હર્ષથી તેણે મને શ્રેષ્ઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust