________________ ના 2 श्री मुनिसुंदरमरि विरचित 1 જા તિથી ભજલિ . શ્રી જયાનંદ કેવળી ચારિત્ર. (પઘબંધનું ભાષાંતર.) -- @@--- જેની આજ્ઞા પાળવાથી બે પ્રકારના શત્રુની જયશ્રી (જયલક્ષમી) પ્રાપ્ત થાય છે, તે સર્વ તત્વને મંગળ. ઉપદેશ કરનાર સર્વજ્ઞને નમસ્કાર થાઓ. જેણે અઢાર કડાકોડી સાગરોપમ સુધી નષ્ટ થયેલ ધર્મ પ્રગટ કર્યો, તે શ્રી ઋષભદેવ અરિહંત સર્વના હર્ષને માટે થાઓ. ઉચ્ચાર કરેલું જે (શાંતિનાથ) નું નામ જ ઉપદ્રવાદકની શાંતિ આપવાથી–કરવાથી પુરૂષોને શબ્દ અને અર્થનું તાદા મ્યપણું–અભેદપણું જણાવે છે, તે શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વંદન કરું છું. સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીએ પણ જેના સેવકે છે, તેવા કામદેવને જેણે જીત્યો છે તે શ્રી નેમિનાથ જિનેશ્વર જય પામે. ધરણેન્દ્ર સાત ભયનો નાશ કરવા માટે સાત ફણના મિષથી સાત રૂપવાળ થઈ જેને સેવે છે, તે શ્રી પાર્શ્વનાથ 1 બાહ્ય અને અત્યંતર.. 2 જયશ્રી આ કર્તાના કરેલા સર્વ ગ્રંથનું પ્રથમ ચિન્હ છે. - - 3 ઉત્સર્પિણીના ૪–૫-૬ને અવસર્પિણના 1-2-3 આરામાં યુગલિયાજ હોય છે. તેમાં ધર્મ હોતો નથી. તેનું પ્રમાણ એટલું થાય છે. 4 શાંતિ એ શબ્દ એટલે નામ અને તેનો અર્થ, રેગાદિકની શાંતિ એ બને એકજ છે એમ જણાવે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust