________________ છે અથાણE: સ: જે ભયંકર ગ્રીષ્મઋતુ જેવો કલિયુગ અન્ય દેવના સમૂહમાં રહેલા વિવિધ પ્રકારના અનેક પ્રભાવરૂપી કાંતિનો નાશ કરવામાં શત્રુપણું ધારણ કરે છે, તેવા કળિયુગમાં પણ જે ભગવાનના માહાતઓનો સમૂહ સર્વત્ર નિર્ભરપણે પ્રસરી રહ્યો છે, તે સર્વ જગતને શીતળ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમને સાશ્વત સુખ આપો. એકદા જયાનંદ કુમાર દેવના બનાવેલા આ પ્રાસાદમાં સાતમે માળે ભદ્રાસન ઉપર બેસી આકાશ તરફ જુએ છે, તેટલામાં તેણે મનહર રૂપવાળો અને યુવાવસ્થાવાળે એક પરિવ્રાજક આકાશથી શિધ્રપણે પિતાની સમીપે ઉતરતો જોયો. તરતજ કુમાર પાસે આવી તે યોગીએ તેને આશીર્વાદ આપે. કુમારે તેને આસન અપાવ્યું. તે આસન પર યોગી કુમારના મુખકમળને પૃહાપૂર્વક જેતે બેઠે. કુમારે તેને પૂછયું કે-“તમે કોણ છે ? કયાંથી આવ્યા છે ? અને તમારી શી ઈચ્છા છે? આવવાનું પ્રયોજન શું છે? તે કહો, કે જેથી તે પ્રયોજન સફળ કરી હું કૃતાર્થપણું પામું. હું માત્ર ચેષ્ટાદિકવડે તમારૂં અથીપણું જ જાણું છું, પરંતુ તમારી શી માગણી છે? તે સ્પષ્ટપણે જાણી શકતો નથી. માગણનું જ્ઞાન છતાં જે તે આપવામાં ન આવે તો તેથી દાનીપણું કહેવરાવવું તે નિરર્થક થાય છે. યાચનાથી લજજાને પામેલો અથી કદી યાચના કરવામાં વિલંબ કરે તો પણ દાનીએ તે આપવામાં વિલંબ કરવો ઘટિત નથી. "प्रापितेन चटुकाकुविडंब, लंभितेन बहुयाचनलजाम् / अर्थिना यदघमर्जति दाता, तन्न लुंपति विलंब्य ददानः // " ચાહુ, કાકુ અને વિડંબના (પીડા) પામેલ તથા યાચના કરવામાં ઘણું લજજા પામેલ અથી વિલંબને લઈને જે પાપ 1 અર્થ જે લજજાને લીધે યાચના ન કરે–વિલંબ કરે તો તે નિષ્ફળ થાય છે. 2 ખુશામત, પ્રિયવચન. 3 ભયાદિકને લીધે બોલતાં વચનમાં વિકાર થાય તે. 4 અથવા ચાહુ અને કાકુથી પીડા પામેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust