________________ (144). જયાનંદ કેવળી ચરિત્ર. આસન અને પૂજદિક વડે પ્રયત્નથી તેની આરાધના કરવા લાગ્યછેવટ આઠ ઉપવાસને અંતે તુટમાન થયેલા દેવે પ્રગટ થઈ તાપસોને બેસવાનું પ્રયોજન પૂછયું. ત્યારે સર્વ તાપસેએ કહ્યું કે–“અમાર કુળપતિને મૂળરૂપે કરે.” તે સાંભળી તે દેવ બોલ્યા કે—એવી મારી શક્તિ નથી. કારણ કે એને મારાથી વધારે શક્તિવાળા દેવે વ્યાદા કર્યો છે. તો હું બીજું શું કરું? તે કહો.” ત્યારે તેઓએ કહ્યું કે“અમારી ઇષ્ટસિદ્ધિને માટે તેવા ધર્મતત્ત્વજ્ઞને લાવી આપે. " ત્યારે દેવ બોલ્યો કે –“જ્ઞાનીની વાણીથી તેવા ધર્મતત્ત્વજ્ઞને જાણીને તે પુરૂષ હું લાવી આપીશ.” એમ કહી તે યક્ષે ક્ષણવારમાં કયાંઈક જઈ પાછા આવીને કહ્યું કે–“તે માણસ આજથી ચોથે દિવસે પિતાની મેળે જ તમને આવીને મળશે.” એમ કહી તે યક્ષ આકાશમાગે સ્વસ્થાને ગયા. તે પારણાના દિવસથી ગણતાં આજે ચોથો દિવસ થયો છે, તેથી આજે હું તથા બીજા તાપસો એવા ધર્મતત્વજ્ઞના માર્ગને જોતા હતા, તેવામાં બહુ સારું થયું કે તમે કયાંઈથી પણ આવી ગયા છે. હવે હે ભદ્ર! જે તમે આ કુળપતિને તેનું મૂળરૂપ આપવા શક્તિમાન છે, તો શીધ્રપણે તેમ કરે. કારણ કે સત્યરૂષનું કાર્ય પરોપકાર જ હોય છે.” આ પ્રમાણે હરિવરના મુખથી આશ્ચર્યકારક વ્યાધ્રનું સર્વ સ્વરૂપ વિસ્મય સહિત સાંભળીને તે કુમારે તેમને કહ્યું કે –“જે સર્વરે કહેલા ધર્મતત્ત્વને સમ્યફ પ્રકારે મારા મુખથી સાંભળીને તમે તે ધર્મ અંગીકાર કરશે, તો હું તમારું સર્વ ઈચ્છિત કરીશ.” તે સાંભળી તેઓ પણ બોલ્યા કે “હે કુમાર ! જે તમે અમારું કાર્ય કરશે તો દેવના કહેવા પરથી તમે જ તત્ત્વજ્ઞાની અને અમારા સશુરૂ થશે.” ત્યારે કુમારે કહ્યું કે—બતો તમે અગ્નિ અને ફળ વિગેરે સર્વ સામગ્રી લાવે.” તે સાંભળી તેઓ પણ તત્કાળ તેની કહેલી સર્વ સામગ્રી લાવ્યા અને અગ્નિકુંડ વિગેરે પણ તૈયાર કર્યું. પછી “આ સર્વે આડંબરથી બોધ કરવા યોગ્ય છે” એમ વિચારી કુમારે પણ સ્નાન કરી મુદ્રા, ધ્યાન, આસન વિગેરે સર્વ આડંબર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust