________________ સાતમો સર્ગ. (139) વસ્થાથી જ સ્વેચ્છાચારી અને દુઃશીલતાનું સ્થાન હોવાથી આ ગીતકળામાં નિપુણ અને મધુર સ્વરવાળા મધુકંઠ નામના મારા જ ઘરના માણસ ઉપર આસકત થયેલી છું, તેથી તેને જ પતિ તરીકે માનું છું, અને તેથી કરીને જ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા માટે મેં પ્રથમ પાણિગ્રહણ સ્વીકાર્યું નહોતું, પણ આવું મારું ચરિત્ર જાણ્યા વિના જ માત્ર મારૂં અતિ અદ્દભૂત રૂપ જોઈને પાણિગ્રહણુંદિક કાર્યમાં મારા સ્વજનોએ તારું બહુમાન કર્યું હતું.”હે ભૂપાલ ! આ રીતે બાલ્યાવસ્થાથી જ મધુકંઠ ઉપરના રાગ વિગેરે સંબંધી પિતાનું સર્વ ચરિત્ર તેણે વિસ્તારથી મને કહી બતાવ્યું. પછી તે બોલી કે–“રે મૂઢ! પિતાદિક સર્વ સ્વજનોને વિશ્વાસ પમાડવા માટે જ મેં તારાપર સ્નેહાદિક દેખાડ્યો હતો. બે વાર તો તને નિષ્ફળ પાછો કાઢયા હતા, તો પણ તું ત્રીજીવાર આવ્યા વિના રહ્યો નહીં. તેથી છેવટ પરિત્રાજિકાએ આપેલા વલયવડે તને કપિ બનાવ્યું છે. હવે તું તિર્યચપણું ભેગવ. “જડ માણસ શિક્ષા કર્યા વિના માનતો જ નથી.” બે વાર મેં મારો અભિપ્રાય બતાવ્યા છતાં પણ તું કુટ રીતે સમજી શકે નહીં, તેથી બીજી ગતિ (ઉપાય) નહીં હોવાથી આવી ચેષ્ટા મારે કરવી પડી છે, તેમાં મારે દોષ નથી. હવે હું મારા પિતાને છેતરીને દ્રવ્ય લાવી છું. તે દ્રવ્ય વડે કોઈ ઠેકાણે જઈ અમે બને ઇચ્છા પ્રમાણે આનંદ કરશું. અને તું પણ વાનરાઓ સાથે સ્વેચ્છાએ કીડા કરજે.” આ પ્રમાણે મને કહીને તેણીએ મધુકંઠને પ્રેરણા કરી,એટલે તેણે ઈચ્છિત દિશા તરફ વાયુવેગે રથ ચલાવ્યું. આવા તેણીનાં વચન સાં ભળી ક્રોધથી અંધ થયેલો હું વારંવાર ટીમોટી ફાળ મારી ચાબુકને માર ખાતા છતાં પણ તે બન્નેને નખોવડે વિદારવા લાગ્યા. છેવટે તે મધુકંઠે ક્રોધથી મારા મસ્તક પર ખર્ષનો પ્રહાર કર્યો, તેથી હું મૂછ ખાઈને પડ્યો અને તેઓ ચાલ્યા ગયા. પછી રાત્રિએ શિતળ પવનથી સજ થયો અને પ્રાત:કાળ થયે ત્યારે દિશાના વિભાગને નહીં જાણવાથી આમ તેમ ફરતાં એક કપિનું યૂથ જોઈ ચૂથપતિને યુદ્ધવડે જીતી તે યુથની સાથે હું ચિરકાળ સુધી રમે. એકદા કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust