________________ (134) જયાનંદ કેવળી ચરિત્ર, કીડા કરીએ. શૂરવીરમાં અગ્રેસર અને ઉંચું શસ્ત્ર ધારણ કરીને રહેલો આ મધુકંઠ આપણે અંગરક્ષક અને અત્યંતર સેવક છે, તે રક્ષણ કરનાર હોવાથી આપણને લજજા કે ભય બીલકુલ નથી.” આવાં તેણીનાં વચન સાંભળી તે સેનાપતિ હર્ષથી તેણીની સાથે ક્રીડા કરવા નદીમાં પેઠે. “પ્રિયાએ પ્રેરેલી કામક્રીડા રાગીજનેને ઉત્સવરૂપ થાય છે.” કેટલોક સમય જળમાં ક્રીડા કરી તેણે ઘાટા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ પ્રિયામાં આસક્ત થયેલા તેણે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરી. પ્રિયા સહિત ક્રિીડા કરતાં તેની દૂર રહેલા સુભટો રક્ષા કરતા હતા, અને તેની રક્ષાના જ મિષથી મધુકઇ પણ રથ પર આરૂઢ થઈ ચોતરફ ભમતે હતે. આ પ્રમાણે રાત્રીને એક પહોર વીતી ગયો. તેપણુ હરિવીર વનમાંથી બહાર નીકળ્યો નહીં, ત્યારે સર્વ સુભટોએ વિચાર કર્યો કે–આ મુગ્ધ સેનાપતિ આવા ધેર અરણ્યમાં શા માટે ચિરકાળ સુધી રમ્યા કરે છે?” આ પ્રમાણે વિચારી કેટલેક વખત. વિલંબ કરી (રાહ જોઈ) કાંઈક શંકા ઉત્પન્ન થવાથી તેઓએ મેટે સ્વરે તેને બેલા. તો પણ સામે જવાબ નહીં મળવાથી વનમાં પ્રવેશ કરી તેઓએ ચોતરફ તેની શોધ કરી. ત્યારે સેનાપતિને કે સુભગાને તેઓએ કઈ પણ ઠેકાણે જોયા નહીં. પરંતુ કોઈક ઠેકાણે તેનું ખગ પડેલું જોઈ ખેદ પામી તેના અનિષ્ટની શંકા કરવા લાગ્યા. પછી તેની ખબર પૂછવાની ઈચ્છાથી તેઓ મધુકંઠને શોધવા લાગ્યા. તેને પણ પત્તો નહીં લાગવાથી શકાતુર થઈને તેઓ વિવિધ પ્રકારના સંક૯પવિક૯પ કરવા લાગ્યા. તેમનાં પગલાં વિગેરે કાંઈ પણ નહીં જેવાથી “હવે શું કરવું ? " એવા વિચારથી તેઓ જડ બની ગયા. એમ કરતાં અનુક્રમે મધ્ય રાત્રિને સમય થયો, ત્યારે તેઓ પત્તો ન મળવાથી અત્યંત શેક કરવા લાગ્યા. બાકીની રાત્રિને જાણે સો પહેર જેવડી હોય તેમ મહા કષ્ટ ઉલ્લંઘન કરી પછી તે સર્વે દ્ધાઓ સેનાપતિની શોધ નહીં મળવાથી બીજી કોઈ ગતિ ન હોવાને લીધે પિતાના નગર તરફ ચાલ્યા. અનુક્રમે મહાપુરમાં જઈ તે સર્વેએ નેત્રમાં અશ્રુ સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust