________________ (115) નથી, તેથી તમે અને તે જાણે, હું તમારે ભક્ત છતાં શું કરું ?" એ પ્રમાણે કહી તેને નમી રાજા પિતાને ઘેર ગયો અને ઉચિત કાર્યમાં પ્રવર્તે. રાત્રિએ કુમારે દેવીને પ્રભાવવાળી જાણે કાંઈક મનમાં શંકા પામી પટ્ટમાં ચિત્રલી જિનેશ્વરની પ્રતિમાની શ્રેષ્ઠ પુષ્પાદિક વડે પૂજા કરી, તેની પાસે સુગંધિ ધૂપ કરી, સ્થિર ચિત્ત જિનેશ્વરના ધ્યાનમાં જ લીન થઈને બેઠે. એ રીતે રાત્રિને પહેલે પ્રહર વ્યતીત થયે, ત્યારપછી બીજે પ્રહરે ચારે દિશામાં વ્યાપી જતો ધૂમાડે જોવામાં આવ્યા. તે ધૂમ્ર વડે વ્યાકુળ થયેલો સર્વ પરિવાર કોલાહલ કરતો નાસી ગયે. બુદ્ધિમાન કુમારે આ દેવીને કરેલો ઉપદ્રવ છે, એમ ધાર્યું. તેથી તેણે વિચાર્યું કે–“સમકિતવડે સ્થિર ચિત્તવાળા અને અરિહંતનું ધ્યાન કરનારા એવા મારે કાંઈ પણ ભય નથી.” એમ વિચારી પંચ નમસ્કારનું ધ્યાન કરતે તે કુમાર કાર્યોત્સર્ગમાં સ્થિત થયે. ધીમે ધીમે ધુમાડે દૂર થયે અને ચોતરફ અગ્નિની જવાળા પ્રસરવા લાગી અને તેમાં અનુક્રમે ભયંકર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવી પ્રગટ થઈ. તેનું મસ્તક મૂઢાના આકાર જેવું હતું, તાલ વૃક્ષ જેવા લાંબા પગ હતા, ગુફા જેવું ઉદર હતું, ખીલા જેવા દાંત વડે તે ભયંકર દેખાતી હતી, તેનાં નેત્રે અગ્નિની સગડી જેવા દેદીપ્યમાન લાગતા હતા, ચક, ત્રિશૂળ, ખ અને દેદીપ્યમાન ડમરૂને ધારણ કરનાર ચાર ઉદ્ધત ભુજદંડવડે તે અત્યંત ભયંકર દેખાતી હતી, તથા દેદીપ્યમાન ડમરૂ અને ધનુષના સ્કુરાયમાન થતા ડમડમ શબ્દ વડે તથા અવ્યકત અટ્ટહાસવડે તે આકાશને પણ ફેડી નાંખતી હતી. પછી તે કહુશબ્દ બેલી કે–અરે ! દુષ્ટ ! મેં તને આવી ઉત્કૃષ્ટ લક્ષમી આપી છે છતાં તું જ મારી નિંદા કરે છે ને પૂજા કરતો નથી? હજુ પણ મારી પૂજા કર અને મને પ્રણામ કર, નહિ તો તું મરણ પામીશ. મારા કોધ પાસે ઈંદ્ર પણ તારું રક્ષણ કરી શકશે નહી.” આવાં તેણીના વચનથી પણ નહીં ક્ષોભ પામેલા કુમાર મનજ રહ્યો, ત્યારે તેણીએ અત્યંત ક્રોધથી તેના મસ્તક પર જવાવેળાવડે ભયંકર અગ્નિની વૃષ્ટિ કરી. પરંતુ તે અગ્નિ જિનેશ્વરના ધ્યાનની પરંપરારૂપ મેઘથી હણાઈને શાંત થઈ ગયો ત્યારે તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust