________________ - જો સર્ગ: 2. (11) ક્રોધ કરીને સહિત અને બખ્તરને ધારણ કરનારા એવા ભિલે વિવિધ પ્રકારના આયુધો ગ્રહણ કરી યુદ્ધ કરવા આવ્યા. તેમના અહંકારપૂર્વક ગજરવવડે, ભુજાના આશ્લેટવડે, કટુ વચનવડે, વાજિત્રેના નાદવડે અને ધનુષના શબ્દવડે ચોતરફથી પર્વતે પણ ગરવ કરી રહ્યા. સ્વામી પર ભક્તિવાળા, મદોન્મત અને વાંદરાએની જેમ કુદતા દ્ધાઓ ક્રોધથી શત્રુઓને બોલાવી બોલાવીને યુદ્ધ કરવા લાગ્યા. ચોતરફથી કુદી કુદીને કેટલાક કુંત (ભાલા) વડે, કેટલાક બાવડે અને કેટલાક ખાદિક શસ્ત્રોવડે શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે મહા ભયંકર રણસંગ્રામ થતાં મહાસેનના સુભટોએ ચંડસેનનું સૈન્ય ભાંગી મોટો કોલાહલ કરી મૂક્યો. પોતાની સેના ભાંગેલી જોઈ સિંહકુમાર યુદ્ધ કરવા ઉભે થયે, અને તેણે પૈયથી ભિલેને ઉત્સાહ આપી બાણોને વરસાદ વરસાવ્યું. ભિલ્લોના સમૂહ સહિત ધીર એવા સિંહકુમારે બાણની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલા શત્રુઓ મેઘજળની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલી રજની જેમ નાશી ગયા, ભગ્ન થયેલું પોતાનું સૈન્ય જોઈ પ્રચંડ અને મોટા ભુજદંડવડે સમગ્ર શત્રુઓનો નાશ કરનાર અને સુભટોમાં ઉત્કટ એ મહાસેન જાણે તૃષાને લીધે શત્રુઓના રૂધિરનું પાન કરતો હોય તેવા બાણેની વૃષ્ટિ કરતો સિંહકુમારને હણવા માટે અષ્ટાપદની જેમ યુદ્ધ કરવા ઉભે છે. તેણે સિંહના બાણોને છેદી નાંખ્યા, બાવડે ભિલ્લોને કાણા કર્યા, અનેક શૂરવીરના પ્રાણ હરણ કર્યા અને શરણ રહિત શત્રુઓને ત્રાસ પમાડ્યો. પછી તેણે શીધ્રપણે સિંહના ધનુષને છેદી, કવચને ભેદી, બાવડે વ્યાકુળ કરી તેને બાંધી લઈને પોતાના સૈન્યમાં પહોંચાડી દીધું. તે જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલા ચંડસેને તત્કાળ યુદ્ધ કરવા તૈયાર થઈ સુભટામાં અગ્રેસર એવા તે મહાસેનને બોલાવ્યા. પદવડે ઉન્મત્તપણને ધારણ કરતા હાથીની જેવા દુધર તે બને વિરે સ્પર્ધાથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરતા અને ગર્વથી પર્વતની ગુફાઓને પણ ગજાવતા તથા ક્રોધથી મેઘની જેમ બાણેની શ્રેણિને તિરછી વરસાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust