________________ પૃથ્વી, આકાશમાં વિના સાપ અહી ના પંચમ સી. (5) પ્રકારનાં ભેગને ભેગવતો તે કુમાર રાજાની સેવા કરવા લાગે. અનુક્રમે રાજાની આજ્ઞાથી અનેક દેશ જીતી, ઘણા રાજાઓને વશ કરી તે કુમારે રાજાની તથા પિતાની પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો. એકદા રાજા સૂર નામના શત્રુ રાજાને જીતવા જતો હતો, તેને વિનયથી જતાં અટકાવી જ્યાનંદકુમાર પોતે સૈન્ય સહિત ચાલ્યું. તેને આવતે જાણી સૂર રાજા અભિમાનથી તેની સામે આવ્યા, અને તે બન્નેના સૈન્ય વચ્ચે જગતને ક્ષેભ ઉત્પન્ન કરે તેવો રણસંગ્રામ થયે. અનકમે પોતાનું સિન્ય ભાંગવાથી કુમાર ધવડે પોતે યુદ્ધ કરવા ઉભે થયો. પછી તેણે એવું યુદ્ધ કર્યું કે જેથી શત્રુની સેના ચોતરફ નાશી ગઈ ત્યારે સૂર રાજા પોતે યુદ્ધ કરવા ઉભો થયે, અને તે બન્ને વચ્ચે મેટો સંગ્રામ થયે. તે વખતે પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ બાણમય થઈ ગઈ. તેમાં કુમારે અનુક્રમે બાવડે શત્રુના સાત ધનુષ છેદી નાંખ્યા; તથા તેના રથ, બખ્તર અને મસ્તકના ટોપને પણ છેદી નાંખ્યો. ત્યારપછી તે સુર રાજા ખર્ચ ઉંચું કરી કુમારને મારવા દોડ્યો. કુમારે પોતાના ખવડે તેના ખર્જીના કકડે કકડા કરી નાંખ્યા. એજ રીતે કુમારે શત્રુને મુરને મુગરવડે અને ગદાને ગદાવડે ચૂર્ણ કરી તે શત્રુને શસ્ત્ર રહિત કરી આકૂળવ્યાકૂળ કરી મૂકે. પછી “આ નિર્બળ શસ્ત્રોથી શું ? મારી ભુજાજ સબળ છે.” એમ બોલતો તે સૂર રાજા અભિમાનથી મલ્લયુદ્ધવડે યુદ્ધ કરવા આવ્યો. નીતિને જાણનાર કુમારે પણ તેની સાથે તેજ પ્રમાણે ચિરકાળ સુધી મલ્લયુદ્ધ કર્યું. છેવટે તેને મુષ્ટિવડે હૃદયમાં પ્રહાર કરી મૂછિત કરીને પૃથ્વીપર પાડી દીધો. પછી તેને બેડીના બંધનવડે બાંધી જળ છાંટવાવડે સજજ કરી તેના સૈન્યને અભયદાન આપી પાછા વળી પિતાના નગરમાં આવી રાજાને તે શત્રુ સે. પછી કુમારનાં વચનથી રાજાએ તેની પાસેથી દંડ લઈ તેને મુક્ત કર્યો. “પ્રણામ કરનાર ઉપર દયાળુ અને હિતેચ્છુ પુરૂષોની એવીજ રીતિ હેાય છે.” પછી હું એક બાળકથી જીતા” એમ ધારી વૈરાગ્ય પામી તે સુર રાજા પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી સદ્દગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પ્રાંતે મોક્ષસુખ પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust