________________ પંચમ સર્ગ. (91) પિતાને પ્રથમનીજ જેમ પોતાના નગરની બહાર સૈન્ય સહિત અને અલંકાર સહિત અશ્વ સાથે ક્રીડા કરતે જે અને રાક્ષસ કે વન કાંઈ પણ જોયું નહીં પણ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ જોઈ. તે જોઈને આશ્ચર્ય સહિત તે રાજા “આ ઇંદ્રજાળ જેવું શું થયું?” એમ વિચારવા લાગે. તેટલામાં તેણે આકાશમાં રહેલા અત્યંત કાંતિવાળા બે દેવોને જોયા. તેમાંથી એક દેવ બોલ્યો કે-“હે રાજન! અમારી કથા સાંભળ.. આ નગરનાજ ઉદ્યાનમાં રહેલા ચિત્યને વિષે માણસોથી પૂજાતે હું નંદી નામને યક્ષ છું. મને મારા મિત્ર શ્રીમુખ યક્ષે બોલાવ્યો હતો, તેથી હું તેના ગામમાં ગયો હતો. તે ગામના લોકો ખોટી સાક્ષી પૂરનારા છે, તેની યથાયોગ્ય પરીક્ષા કરી, ત્યારપછી તેણે મને પૂછયું કે–“હે મિત્ર ! તારા નગરના માણસો કેવા છે?” ત્યારે મેં કહ્યું કે ત્યાં તે રાજા વિગેરે ઉત્તમ પુરૂષ સત્યવાદી જ છે.” ત્યારે તેણે ફરી પૂછ્યું કે-ચિંતાના સમૂહથી વ્યાકુળ એવા રાજાને વિષે સત્યતા શી રીતે સંભવે ? " આ રીતે વાત કર્યા પછી હે રાજન ! તારી પરીક્ષા કરવા માટે હું મારા મિત્ર સહિત અહીં આવ્યા, અને અમે તને અવવડે કીડા કરતાં જોયો. પછી તે સાત્વિક ! અવને ઉપાડી અરણ્ય, ચોર, તાપસ અને રાક્ષસ એ સર્વ દેખાડીને - . અમે તારા સત્યવાદીપણાની પરીક્ષા કરી. તેથી હે રાજન! તુંજ ધન્ય છે કે જે પ્રાણાંતે પણ સત્યવાદી રહ્યો. તેથી આ ભવ અને પરભવમાં તને ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહી હર્ષવડે રાજાને સર્વ શત્રુને પરાજય કરનાર ખ અને સમગ્ર વ્યાધિને હરનાર મણિ આપી તે બન્ને યક્ષો પોતપોતાને સ્થાને ગયા. આ વૃત્તાંત જોઈ સર્વ પ્રજાજનોએ આનંદ પામી રાજાની સ્તુતિ કરી, અને રાજા પુણ્યના પ્રભાવથી ઉત્તમ રાજ્ય ભોગવવા લાગે. યક્ષે આપેલા ના પ્રભાવથી વશ થયેલા અનેક રાજાએથી સેવા, મણિવડે પ્રજાઓના વ્યાધિને દૂર કરતે, અન્યના ઉપકાર કરવામાં પ્રવીણ, સમકિતપૂર્વક શ્રાવકના અણુવ્રતમાં આસક્ત અને સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરતો તે રાજા ચિરકાળ સુધી ધર્મ કર્મમય આયુષ્યને ભોગવી પ્રાંતે સ્વર્ગ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust