________________ પંચમ સર્ગ (87) ગ્રહણ કર. હું તને પ્રાણદાતારને છેતરીશ નહીં. આ તે મેં આ રીતે ગ્રામ્યલેકની પરીક્ષા કરી છે.” આ પ્રમાણે હંસને કહી તેણે ગ્રામ્યજનોને પણ કહ્યું કે –“હે લેકે ! મારા બતાવેલા અલ્પ ભયના કારણથી પણ તમે બેટી સાક્ષી પૂરી, તેથી તમને આ ભવમાં અને પરભવમાં પણ અત્યંત દુઃખ પ્રાપ્ત થશે. આ જગતમાં ખોટી સાક્ષી જેવું બીજું કઈ પણ પાપ નથી, કારણ કે ખોટી સાક્ષીથી જ હિંસાદિક સર્વ પાપની ઉત્પત્તિ થાય છે.” એમ કહી હંસ સહિત કાગડાએ ક્રોધ પામી કઈક ઠેકાણેથી ચાંચવડે અંગારાના સમૂહ લાવી તેની વૃષ્ટિ કરી અને તે ગ્રામ્યજનોનાં ઘરે બાળી નાંખ્યાં. તે ગ્રામ્યજનો પણ ખોટી સાક્ષીના પાપથી મરીને દુર્ગતિમાં ગયા. માટે હે ભાઈ! આ ગ્રામ્યજની કથા સાંભળી તું તેમને વિષે વિશ્વાસ કરીશ નહીં.” આ પ્રમાણે સાંભળીને સિંહકુમાર બેલ્યો કે –“મને ખોટી કથા કહીને કેમ છેતરે છે? કેમકે તિયે મનુષ્યની જેવી ચેષ્ટા કરી શકતા જ નથી.” શ્રીજયાનંદે ઉત્તર આપે કે–“તારૂં કહેવું સત્ય છે, પરંતુ જે કારણે હંસ અને કાગડાએ તેવી ચેષ્ટા કરી તે કારણ તું સાંભળ-“આ ગામમાં એક દેવાલયને વિષે શ્રીમુખ નામના યક્ષની મૂર્તિ છે, તેની સર્વ જને પૂજા કરે છે. તે યક્ષનો મિત્ર નંદીયક્ષ નંદિપુરમાં વસે છે. એકદા તે નંદીયક્ષને ઘેર પ્રીતિને લીધે શ્રીમુખ યક્ષ ગયો, અને તેણે તેને કહ્યું કે –“હે મિત્ર ! તું મારે સ્થાને કેમ આવતો નથી ?" ત્યારે તે નંદીયક્ષ બે કે–“ગ્રામ્યજનોના મુખ અને દષ્ટિના ભયથી હું આવતો નથી, કારણ કે તેઓ ધર્મ, વિવેક, જ્ઞાન અને બુદ્ધિરહિત હોય છે, તેથી તેઓના મુખ જોવા લાયક જ નથી.” ત્યારે શ્રીમુખે કહ્યું કે“પરીક્ષા વિના આ વાત હું સત્ય માનીશ નહીં.” ત્યારપછી તે બને યક્ષોએ તેની પરીક્ષા કરવા માટે કઈ ગામમાં જઈ વૃક્ષપર રહેલા પેલા હંસ અને કાગડાના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમણે આ સમગ્ર ચેષ્ટા કરી. માટે હે ભાઈ! આ હંસ અને કાગડાની કથાને તું અંગત (સત્ય) માનજે.” ઉત્તમ જને આનંદ રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust