________________ પંચમ સર્ગ. વચન સાંભળી તેણે વિચાર કર્યો કે-“રાજા વિગેરે સને મારા પર દ્વેષ થયે છે, તેથી જે હું એકલે જ દેશાંતરમાં જઈશ, તે રાજા અને લોકોની પ્રીતિને લીધે શ્રી જયાનંદ જ રાજા થશે તેથી જે હું તેને સાથે લઈને જાઉં તે રાજ્ય આપવાને વખતે દેશાંતરમાં પણ રહેલા મને રાજા પાછો બોલાવે. વળી રાજાને અમારા બે સિવાય બીજો કોઈ રાજ્યને ગ્ય નથી. તેમજ પૂર્વજોના આચાર પ્રમાણે આ રાજા વન વયનું ઉલ્લંઘન થશે ત્યારે જરૂર તપસ્યા ગ્રહણ કરશે.” આ પ્રમાણે વિચાર કરી શ્રી જયાનંદને તેણે માયાકપટથી કહ્યું કે-“હે ભાઈ ! આપણે જ્ઞાન સંપાદન કરવા માટે દેશાંતરમાં જઈએ; કારણ કે ત્યાં અનેક પ્રકારના આશ્ચર્યો જેવાય છે, અનુપમ કળાઓ શીખાય છે, ભાગ્યની પરીક્ષા કરાય છે, સજજન અને દુર્જનને ભેદ જણાય છે, વિવિધ પ્રકારનાં તીર્થોની વંદના થાય છે, કલેશ સહી શકે તેવું શરીર થાય છે, તથા ધૂર્તાદિકનાં વૃત્તાંતે જાણી અદભુત નિપુણતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દેશાંતરમાં ફરવાથી ઘણુ ગુણો પ્રાપ્ત થાય છે. એક ઠેકાણે રહેવાથી તેવા લાભ પ્રાપ્ત થતા નથી, પરંતુ તારા વિયેગને નહીં સહન કરવાથી હું એકલો જવાને ઈચ્છતો નથી. તેથી હે ભાઈ ! ચાલ, આપણે માતાપિતાને પૂછયા વિના સાથે જ કઈ દેશાંતરમાં જઈએ. કારણ કે તેમને પૂછવાથી તે તેઓ આપણને જતાં અટકાવે-જવા દે નહીં.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પિતાને વિષે તેને પ્રેમ અકૃત્રિમ છે એમ જાણનારા સરળ સ્વભાવવાળા અને બુદ્ધિમાન જનોમાં શ્રેષ્ઠ એવા જયાનંદે તેની વાણી અંગીકાર કરી. એટલે બીજે જ દિવસે રાત્રીને સમયે તે બન્ને કોઈને જાણે તેમ ખગ સહિત ત્યાંથી નીકળી ગયા. * કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી વાર્તા કરવાને પ્રસંગ ચાલ્યો. તેમાં ધર્મ અને અધર્મનો વિચાર ચાલતાં યુવરાજના પુત્ર જયાનંદે કહ્યું કે– મનુષ્યના ઘરમાં ચોતરફ જે ઇચ્છિત લક્ષમી વિલાસ કરે છે, મુખને વિષે લાઘા કરવા લાયક વાણુ સ્કુરે છે, હૃદયમાં બુદ્ધિ સ્કુરે છે, શરીરને વિષે સૈભાગ્યલક્ષમી પુરે છે, બાહુને વિષે બળ ફુરે છે, અને દિશાઓને વિષે કીર્તિ ફેલાય છે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust