________________ 69 * સંસારમાની સર્વ સારી રીતે જેમાં ખુલ્લી રીતે દર્શાવેલી છે એવો જે ધમી અને તેને કારણભૂત જે સમ્યક્ જ્ઞાન અને સર્વ પ્રકારે સત્કાર કરે. સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થયાવગર સંસારનું સિંઘત્વ લક્ષમાં આવતું નથી, અને સંસારમાંના દુર્ગુણે લક્ષમાં આવ્યા વગર પ્રાણિ સંસારમાંથી નિવૃત્ત થત નથી. સંસારમાંની વસ્તુઓ સાથે જેનું મન વિરકત થયું છે તેજ ધર્મ કર્યો કરે છે. જેના મનને સંસારમાંના પદાર્થોથી કંટાળો આવ્યો નથી તે સંસારને ન ખરે સમજે છે. જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને સંસાર સંબંધીને મેહ નાશ પામે છે. અને તે સર્વ સંસારની ઉપાધીમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે. સં. સારની અંદર પ્રાણિ માત્રના મેડને જે જે કારણે છે તે સર્વ ક્ષણવારના છે એમ બુદ્ધિવાન્ માણસે સમજવું. હે હરિવિકમ, તારું સંતાંગ જે રાજ્ય છે તે સ્વામી, અમાત્ય સુહદ, કેશ. રાષ્ટ્ર, દુર્ગ, અને બળના વડે કરીને તારૂં આ હાથીના ગંડસ્થળ ઉપરનું રાજ્ય (હાથી સાથે લક્ષમીથી યુકત) જે તારા દુષ્કર્મ રૂપી વાયુથી છિન્ન વિછિન્ન થવા લાગ્યું તો એનું રક્ષણ દેનાથી પણ થવાનું નથી. આને પ્રત્યક્ષ દાખલ બલવાન શુરસેનને જ છે. તેના રાજ્યનું રક્ષણ તેના કેઈએક પ્રકારના પુણ્યથીજ થયું! પછી મહારજાએ હાથ જોડીને પૂછ્યું “હે મુનિ, શુરસેન કોણ હતો અને એના રાજયમાં શા બનાવો બન્યા તે મને કહો. 1 કેવલી બેયા, વીરસેનને બાપ જે રાજા શુરસેન તેની હકીક્ત મટી છે તે તું સાં મળ. આ ભરતક્ષેત્રની અંદર ચંપા નામની એક મોટી નગરી હતી. તે નગરીમાં જૈનેને દ્વેષ કરનાર શુરસેન નામને એક મોટે રાજા હતા. તે રાજાએ રણક્ષેત્રની અંદર તેના શત્રુને હમેશા પરાભવ કરી તેમને નસાડતા હતા. અને તેનું અંતઃકરણ હમેશા કંધયુક્ત ભાસતું હતું. પુર્વ જન્મના સંસ્કાર વડે તેને પ્રિય ભાષણ કરનારી તથા જેનું પ્રેમ પતિતરફ ઘણું જ હતું એવી શૃંગારવતી નામની તેને સ્ત્રી હતી. રાજા અનુકૂલ સ્ત્રી વડે કરીને રાજય, રૂપ, સૌભાગ્ય, સ્વામિત્વ, તથા વૈભવને સફળ માનતા હતા. તેની સાથે તે ઉત્તમ પ્રકારથી સંસાર સુખને ઉપભેગ લેતે હતે. પણ તેને એક વાતનું મોટું દુઃખ હતું, તે દુઃખ એજ કે માત્ર તેને પેટે કાંઈ પણ પુત્ર સંતાન ન હતું. એક દિવસે રાત્રે તે પોતાની સુખ શય્યા પર પુત્ર સંબંધી ચિંતા કરતો પડે હતો. તે કારણથી તે દિવસે તેને ઉંઘ ન આવવાથી મનની અંદર કહેવા લાગ્યો - પ્રેતને જેમ અલંકાર, અંધારાની અંદર જે નાચ, તેજ પ્રમાણે આ સર્વ રાજય પુત્ર વગર નકામું છે. નિર્મૂલવૃક્ષ, જળ વિનાના કુવા અગર વાવો, અને પુત્ર વગરને વંશ એ ચિરાયુ નથી. માતા, પિતા કુળ, જાત, ઈત્યાદિ સર્વ વાતે પુત્રના યોગે કરીને પ્રાપ્ત થાય છે, અને આ સર્વ પુત્રરહિત પ્રાણિને, હમેશને વાસ્તે નહિ સરખા થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust