________________ 5. હોય એ દુઃખિ થયો અને “હાયહાય, અરે ભુવનસુંદરી” એ ઉદ્દગાર કાઢી મૂર્શિત થયે. પછી યક્ષના શીતોપચારથી તે શુદ્ધિમાં આવ્યું પરંતુ એક સાધારણ મનુ ધ્ય પ્રમાણે તેણે તેણે ભુવનસુંદરી માટે શેક કર્યો. હભુવનસુંદરી તારું સ્વરૂપ ત્રિલોકમાં અત્યંત અદભુત છે. તે આ નિર્દયના આત્માને કેમ ઠાર કર્યો તારા જેવી નારી રત્નના યુગથી સકળ જગત ભૂષિત થયું છે હવે તારા વગર તેજ જગત મસ્તક વિનાના દેહ જેવું લાગશે. મારે માટે તેને મરણ પ્રાપ્ત થયું. તારા મરણનું પાપ અતિઘોર તપ કરવાથી પણ કેમ નષ્ટ થશે? હે દેવી, તારા મરણથી ત્રણે લોકમાં મારું મુખ કેઈએ જેવું નહીં અને મારું નામ કેઈએ લેવું નહીં એવી ચોગ્યતાવાળો હું થયો છું. પહેલા મારા ગુણ લેક એક ચિત્તથી સાંભળતા હતા, હવે તેઓ મારું નામ સાંભળતાં જ કાનપર હાથ મુકશે. જે ગુરૂ વિરૂદ્ધ વર્તન રાખે છે. જે વિશ્વાસઘાત કરે છે જે બાળકે અને અને સ્ત્રીઓની હત્યા કરે છે. તેમનું નામ સાંભળવું નહીં. પૂર્વજન્મમાં મેં જે પાપ કર્યું હતું તેનું આ જન્મમાં મને ફળ મળ્યું છે. હવે પછી પણ પૂર્વજન્મના પાપથી શું શું થશે તેની મને સમજણ પડતી નથી. હું તારા વિયોગથી દગ્ધ થયે છું ત્યારે અર્થાત મારી સ્થિતિ સ્મશાનમાંના કેયલા જેવી થઈ છે. ' આ પ્રમાણે શેકથી અતિ વ્યાકુલ થએલા કુમારને યક્ષે કમળ વચનથી શાંત કર્યો. - યક્ષ બોલ્યો, “અરે હરિવિકમ, તું આ પરાકમી હોવા છતાં, વૃથા શા માટે શેક કરે છે? તું જે આચરણ કરે છે તે પુરૂષને શોભતું નથી. સ્ત્રીને શોભે છે. “સાહસ પ્રિય જે જન હોય છે, તેમનું અતઃકરણું સ્વભાવતઃ અતિ કોમળ હોય છે. પણ તે જ અંતઃકરણ જ્યારે સંશયયુક્ત થાય છે ત્યારે વજાપ્રમાણે કઠેર બને છે. હે વત્સ, ભુવનસુંદરી તારા હાથમાં છે, તેનું શીયળ અને અંગ કાયમ હાઈ; તે કઈ પણ ઠેકાણે જીવતી છે એમ અવિધજ્ઞાનથી સમજાય છે. તે અંહી સ્વસ્થ રહે. હું સર્વ ભૂતળપર તેની શોધ કરી તારો અને તેને એગ કરી આપીશ.” આ પ્રમાણે યક્ષરાજ ભાષણ કરી, હરિવિક્રમની પરવાનગી લેઈ અદ્રશ્ય થઈ આકાશ માર્ગે વાયુની ગતિએ ચાલતો થયો. ભુવનસુંદરીના દુઃખાગ્નિથી હરિવિકમની તનુ દગ્ધ થતી હતી ત્યારે સેનાપતિ વૈરિસિંહે તેને કહ્યું કે “હે મહામતે વિકમ, તને શાસ્ત્રને સંપૂર્ણ અર્થ ખબર છે ત્યારે મારા જેવાના બેધને તને કેટલે ઉપયોગ થશે? જ હશે, હું તને એટલું જ કહું છું કે, હે નરોત્તમ, ભુવનસુંદરી માટે ખેદ કર તને યેગ્ય નથી તું જે આચરણ કરે છે તે તારા જેવાના સ્વભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust