SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મારા માબાપ ગમે તેવા અંહિ આવશે તે તેમને અને મને બંનેને આનંદ થશે. આ એક વિષય (મારી ઈચ્છાને મરથ) રહી ગયા છે, બાકી આપની કૃપાથી વિવેક પ્રાપ્ત થયે, હવે મને રાજ લક્ષ્મી અને વિષયાસક્તિ એ વડે ઉત્પન્ન થનાર મેહ રહ્યા નથી. ભગવાન મુનિશ્રેષ્ટ પણ બેલ્યા કે, “આ જગમાં માબાપની જમગાંઠ કરે છે એ પણ રાજાને ધર્મ છે. કારણ એમ કર્યાથી તેમનું સારું કલ્યાણ થાય છે. સર્વ ધર્મ કાર્યમાં તને નિર્વિન રહે. એ પ્રમાણે તે જ્ઞાનિ મુનિ બોલ્યા પછી વીરરાજ બોલ્યો, “મહારાજ, ફરી આપના દર્શન આપવાની કૃપા કરવી” “ઠીક છે” એ પ્રમાણે તેને કબુલ કરી, તરતજ તે મુનિ શ્રેઢે ત્યાંથી નીકળી ગયા. નરેંદ્ર પ્રભૂતિ તથા સભાસદો અતિશય આનંદિત થઈ પોત પોતાના ઘેર ગયા. પછી વીરસેન નૃપતિ મિત્રોએ આપેલી વિદ્યા સાધ્ય કરી વિદ્યાધર સરખો થયો. અને શુભ દિવસે પ્રધાન વગેરે મંડળીને પૂછી, હાથમાં તરવાર લઇ મહારાજ વીરસેન બંધુદત્ત સહ પુષ્પક વિમાનમાં બેઠે અને પોતાના માબાપને લાવવા સારૂ ઘાતીકખંડમાં જવાના વિચારથી આકાશ તર્ક ચાલ્યો. તે વિમાનની અંદર બેઠેલા લોકોને પૃથ્વી ઘર જેવી, સમુદ્ર નાના તળાવ જે, અને પર્વત એક માટીના ઢગલા જેવા દેખાતા હતા. તે પુષ્પક વિમાન મ. નેવેગ પ્રમાણે ચાલતું હતું, તેવામાં બંધુદત્ત સમુદ્રના પાણી તરફ જોઈ બોલ્યા કે “આ સાગર તારા દર્શનથી સંતોષ પામી ખુબ ઉંચે ઉછળે છે, અને જાણે આનંદથી ત્ય કરતા હોય એમ જણાય છે. ભૂપતિ અગાધ સમુદ્રને મધ્ય ભાગ દેખાય છે, કે જ્યાંથી હરીએ જેમ લક્ષ્મી, તે પ્રમાણે ત્યાંથી તે રાણીને બહાર કાઢી હતી. આ દક્ષિણ બાજૂએ વૈજયંત નામનું બારણું દેખાય છે. જેમ આપણા મતથી (જૈનમતથી) સંસાર, તેમ વિમાનથી સાગરનું જલદી ઉલ્લંઘન કર્યું, કારણ કે, જે, કિનારા પર વનમાંના ઝાડો વગેરે દેખાય છે. આ પ્રમાણે તેઓ અરસ્પર એકબીજાને જગાઓનું વર્ણન કહેવામાં નિમગ્ન થયા હતા, એટલામાં તે વિમાન ઘાતકખંડમાં આવી પહોંચ્યું. વિમાનમાં બેઠેલા હતા તેવામાં તે બન્નેએ ખડગ સહિત એક તુટેલે ભુજદંડ અકસમાત આકાશમાં પડત જે રાજા આ શ્ચર્ય યુકત થયે, અને વિમાન પાસે જ હતું, તેથી તેણે તે હાથના પંજાથી પોતાના ડાબા હાથે તે ખડગરત્ન લઈ લીધું. એટલામાં ડાબા હાથમાં મસ્તક, અને જમણા હાથમાં છરી લીધેલી, તથા જોરથી અધરોષ્ટ દાબી, બ્રકુટિયે વક્ર કરી હોવાથી અને આધાર ન હોવાને લીધે તે પડતો હતો, તે પરથી તે ભૂમિચારી હતા એમ જણાઈ આવતું હતું, એ એક પુરૂષ વિમાનનાતદન ઉચેના માળમાં એકદમ પડશે. તે બને એ તેને જલદી સાવધ કર્યો, ત્યારે આંખો ઉઘાડી ક્રોધથી ભયંકર થઈ વીર સેનતરફ જવા લાગ્યા પછી ચંપાપતી બોલ્યો " તું કોણે આકાશમાંથી કેવી રીતે પડશે? અને મનમાં અમારા પર રીસાયા જેવો કેમ દેખાય છે!” તે એકદમ ઉઠી હાથમાંનું મસ્તક નાખી દેઈ બોલ્યો “મારૂં ખડગ આપ નહિ તે મારી સાથે લઢાઈ કરવામાં તૈયાર થા.” 26 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy