________________ મનમાં વિચાર ચાલી રહી હતે એટલામાં, તે પિતાના પગે લાગી તેની પાસે આવીને બેઠી. ભૂપતિ પુત્રિસહ ઘડીવાર સભામાં બેશી, પછી તેના વર સંબંધી વિચાર કરવાના હેતુથી ત્યાંથી ઉઠી પુત્રિની માતોશ્રીના મહેલમાં ગયો. સુખશયા પર બેશી રાજા પુત્રને પૂછવા લાગ્ય, પુત્રિ તને કયે વર પસંદ છે એ કહે? પિતાના આ ભાષણ સાંભળી, શરમાઈ જઈ તેણે નીચું જોયું. અને પોતે ભૂમિ પર નખથી ખેતરવા લાગી પછી લજજાથી મંદ થએલી પુત્રિને જોઈ, પુત્રિના લગ્ન બદલ ગુણશ્રીએ રાજાને ઉત્તર આપ્યો. ગુણશ્રી–સ્વામિન, શું બોલવું એને વિચાર મનમાં આવ્યું હોય, તે પણ કુળવાન પુત્રિ પિતાના વડીલેની પાસે કહેવાને શરમાય છે. માટે હે રાજેન્દ્ર, સ્વયંવરમાં પોતાની ઈચ્છાનુસાર, પિતાને અનુકૂળને તે વરશે. “ઠીક છે " એમ કહી ગુણશ્રીનું સર્વ બોલવું રાજાએ કબુલ રાખ્યું. અને ઘણું રાજાઓને બોલાવી સ્વયંવર કર્યો. રૂપ, યવન, લાવણ્ય અને કળાના ભંડાર એવા રાજાએ એકત્ર થયા, તો પણ તેના મનમાં કોઈપણુ આવ્યો નહિ. તે રાજકુમારે તેના મનમાં નાપસંદ પડયાથી યશવર્ધનની નિંદા કરતા પિોતપોતાની જગા પર બેસી ગયા. પછી રાજાએ પિતાની સ્ત્રી ગુણશ્રીને કહ્યું, “જે, જયસુંદરીએ રાજ્યની અંદર મારી બે આબરૂ કરી. રૂપવિજ્ઞાનશાળી આ રાજસમુદાયમાં, પુત્રિને વરવા લાયક એક પણ નહોતે કેમ ? " ફરી ફરી બીજા ઘણું રાજકુમારોને બોલાવી, તેમનો મેળાપ કરાવી આપે, તો પણ તે છોકરી કેઇને વરી નહિ. પછી પુત્રિ વિષે રાજાને પ્રેમ ઘટતા જઈ અને દેધાવેશ ઉત્પન્ન થઈ, તેણે મનમાં એવો વિચાર કર્યો કે, આ પૃથ્વી પર જે કઈ મેટા નર શ્રેષ્ઠ છે તે સર્વ આ દુષ્ટ પુત્રિ સારૂ સ્વયંવરમાં આણ્યા. હવે એ કોણ પુરૂષ પહેલો છે કે જેને આ પુત્રિને આપવી? હા સમજે, ગોવાળીયાઓ, જનાનખાનાના રક્ષક, ચાકર વગેરે રહેલા છે, તેમને ખરેખર મારા માથાપર બેસાડવાના બાકી છે, આ દુબુદ્ધિ પુત્રિએ, તેના ખરાબ વર્તનથી મને કલંક લગાડયું છે. અથવા પિતાના પરાક્રમ, સંપત્તિ ઈત્યાદિ ક્રોધથી પત્રિના મન પ્રમાણે જે કાંઈ કરવાનું હતું તે કર્યું. તો હવે આને ઋતુ પ્રાપ્ત થયે નથી, ત્યાં સુધીમાં તેને પતિયુકત કરી નાખવી. આશા ભંગ વગેરેથી જે દુઃખ મને આપ્યું છે, તેજ પ્રમાણે હું તેને આપીશ. કન્યાના રૂપમાં આ કેઈ મને કેઈ ડાકણ મળેલી છે, તે તેને અનુકૂળ વાતો કામની નથી. પ્રતિકુળ વાતેથી જ તેને મનભંગ કરે જોઈએ ફરી બીજે એક દિવસે પુત્રિ માની સાથે મહેલમાં બેઠી હતી ત્યાં રાજાએ કહ્યું. - “હે પુત્રિ તારા મનની અંદર શું છે તે તું મને એકાંતમાં કહે. આ આટલા રાજાઓમાં તને કોઈપણ પસંદ પડયે નહિ ? ત્યારે માબાપના પુષ્કળ કહેવાથી, મનમાં દુઃખીત થઈ આવેલા રાજાની નિંદા કરી; પિતાના અંતઃકરણની વાત તે. ણીના માતોશ્રી મારફતે કહેવા લાગી. આ સ્વયંવરમાં જે રાજાઓ આવ્યા હતા તે સર્વ ઘણી સ્ત્રી વિષે આસકત હોઈ, તેમાંથી એક પણ એક પત્ની-વ્રત પાળનાર નહેાતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust