________________ કેવળ નમુને, અવિવેકી, કલાવિજ્ઞાન રહિત, દુર્ભાગ્યને એક નિધિ, સર્વને નિંદા કરવાને ગ્ય, એ ગુણરાજ નામનો એક પુત્ર હતો તે પુત્ર જુવાનીમાં આવ્યા પછી, તેનું તારૂણ્ય સ્ત્રિયોને મેહક ન હોવાને લીધે, સવ સિયે તેનું ફક્ત નામ સાંભળીને જ નિંદા કરતી હતી. પછી તેના લગ્ન સારૂ પૈસા આપીને પણ છોકરી માગતા કોઈ કરી આપતું નહોતું, સેંકડે પ્રાર્થનાઓ કરી સોનું વગેરે પુષ્કળ દ્રવ્ય આપવાનું કબુલ કર્યોથી માહામહેનતે વંજુલા નામની એક કન્યા તેને લગ્ન સારૂ મળી. શુભ દિવસે લગ્ન કૃત્યનો આરંભ થયા પછી, પત્રિકાના ગુણ મેળવતી વખતે કન્યાએ વરને જોયો અને તેથી કરી તે એકદમ ગભરાઈ ગઈ અને વારંવાર ભૂમી પર પડી રડવા લાગી અને બોલી, “હરહર, મા મને લગ્નની જરૂર નથી, આ ચાંડાળને આપવા કરતાં ભૂત, વૈતાળ, રાક્ષસને આપો તે સારૂં, તે જલદીથી મને ખાઈ નાખશે, પણ મને આ ન જોઈએ.” આ પ્રમાણે તે છોકરીની મરજી ન છતાં બળાત્કાળથી તેનું લગ્ન કર્યું, આગળ લોકો તેને ચીડવતા એટલે તે પિતાના માણસ તરફ જોઈ રડવા લાગતી. લગ્ન થયા પછી ગુણરાજને તે પિતાના જીવ પ્રમાણે વહાલી થઈ હતી પરંતુ તેને તે તેનું નામ સાંભળીને પણ સુખ થતું નહિ સાસુએ નવરાવી ધવરાવી તથા ખાવા વગેરે આપી તેનું એવી રીતે પાલન કર્યું કે તે થોડા જ વખતમાં લેક મનહર એવી જુવાની તેને પ્રાપ્ત થઈ ગુણરાજ તેની સાથે ભેગ ભોગવવા ઘણે આતુર રહેતો પણ એક અસુરત, અને બીજો વિરક્ત હોય એટલે સુખ કેવી રીતે મળી શકે? દૈવ યોગથી તેના માબાપ મરી ગયા પછી તે ગૃહિણી તેને આત્મા જ બની ગઈ આગળ તે વંજુલા ખરાબ ચાલની નીકળી અને મરજી પ્રમાણે વર્તન કરવા લાગી પતિ અણગમતે જુવાનીનું જોર વેચ્છાચારી વર્તન, જુવાન માણસે અનુરકત (કેડે લાગેલા) એટલે તે સ્ત્રી પતિવ્રતા કેવી રીતે રહે? ગુણરાજના બાપે પુર્વે જે ધન એકઠું કરી મુકયું હતું, તે હવે પુણ્યનું જેર પુરૂં થવાથી નાશ પામ્યું જે કાંઈ થોડું શિલક હતું તે પણ સ્ત્રીના કબજામાં રહેનાર ગુણરાજે પારકા ઠેકાણે આસક્ત ચિત એવી પોતાની સ્ત્રીને આપી દીધું પાસેના સર્વ પૈસા ખુટયા પછી નોકરચાકરે તેમને છોડીને ચાલતા થયા અને તે ગુણરાજ અને વંજુલા બેજ માત્ર ઘરમાં રહ્યા પછી ગુણરાજ ખેતરની અંદર પોતાના એકલા હાથથીજ ખેતી કરવા લાગ્યો અને તે વંજુલા તેને એગ્ય એ ભાત (અન્ન) લઈ ખેતરમાં જતી હતી ખેતરમાં જતા રસ્તાની અંદર એક દેવળમાં તે દુષ્ટ સ્ત્રી હમેશ સં. કેત કરેલા પુરૂષની સાથે પિતાની ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવતી હતી બીજે એક દિવસે તે દુષ્ટ સ્ત્રી અન્ન લેઈ ખેતરમાં ગઈ, ત્યાં પતિને જમાડીને પાછી દેવલમાં આવી. દેવગથી ઠર્યા પ્રમાણે તે પુરૂષ ત્યાં આ નહેાતે માટે તેના આવવાની રાહ જોતી થોડીવાર ત્યાં ઉભી રહી એટલામાં દુર દેશમાંનો એક છેલા મુસાફર ભુખથી વ્યાકુળ થએલો તે દેવળમાં આવ્યો તેણે તે મુસાફરને પોતાના કટાક્ષ બાણેથી એવી રીતે વિધી નાંખ્યું કે તે મુસાફર ઘડીવારમાં તેને સ્વાધિન થયે પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust