________________ 158 ત્યારે તેણીએ એકમેક તરફ મોઢાં કરી બેલવા લાગી કે, “આપણે સર્વેએ નિશ્ચય કર્યો, તો આ થાકી જશે.” પછી તેમણે તે પર્વત હાથથી તોડી મોટા વીરસેન લઢવૈયા પર ફેંકયા. ત્યારે કુમાર યુક્તિથી, એકાદ કપિરાજ પ્રમાણે, શરીરપર આવી પડનારા તે પર્વતના શિખર પર ચઢી બેઠે. દેવયોગથી વીરસેનને શીખર પર બેઠેલો જોઈ, બીકથી મનમાં ગભરાઈ તે પરસ્પર બોલવા લાગી. “આપણે સ્ત્રી માટેજ, આપણે જીવન પ્રાપ્ત કરી શકયાં છીએ તે મહાવીર દયાળુ હેઈને તેણે આપણા કકડે કકડા કર્યા નહિ. " યુદ્ધની અંદર તેની સાથે સામને ન કરી શકવાથી, વીજળીના કડાકા પ્રમાણે મોટેથી બુમ પાડી તે કષ્ટથી દૂર નીકળી ગઈ. ત્યારે એકલે વીરસેન વિચાર કરવા લાગે, આ રાક્ષસીઓ કયાંની? સ્વપ્નમાં ચક્રેશ્વરી કયાંની? આ મોટું આશ્ચર્ય છે. આ સંપત્તિ અને વિપત્તિ સાથેજ પુરૂ જુઓ, સંસારની મજા કેવી છે? તે સ્ત્રીઓ નથી, તે ઘર નથી, ગડ બંગાલ પ્રમાણે આ સર્વ ગુમ થયું જેમાં પ્રીતી સારૂ જેર જુલમ કરીને મને ઘરમાંથી લેઈ ગયા, તેજ હવે નિર્દય થઈ ક્રોધથી મારાપર મારે ચલાવે છે. હર, હર, દીર્ધકાળના પ્રેમવડે સંબંધ એવા એમના પતિનું મરણ છેડી દઈ, પતિને મારનારને ઠેકાણે આ નિર્લજજ કેવી રીતે અનુર કત થઈ? આ અઘટિત કૃત્યને વિચાર કરવો ન જોઈએ. સ્ત્રીનું અંતઃકરણ મૂ ળથી જ પાપી હોય છે. હશે તે હવે ચંપાનગરીમાં હું કેવી રીતે જઈશ? ત્યાં જવા વાતે શે ઉપાય કરવો? એ પ્રમાણે કુમાર વિચાર કરી ઉત્તર દિશા તરફ ચાલ્યો તે મોટા અરણ્યની અંદર ફરતો ફરતે, નાના પ્રકારના વૃક્ષ અને લતા સમુદાયથી સુશોભિત એવા જીણું દેવાલય પાસે આવી પહોંચ્યા, તે દેવળમાં ગયે તે ત્યાં, દુરથી જુગારી લોકો જુગાર રમતા હતા, તેમને અવાજ તેના સાંભળવામાં આવ્યો. અં. તઃકરણમાં તે જોવાની ઈચ્છા ઉત્પન્ન થવાથી તે વીરસેન ત્યાં ગયો, ત્યારે જુગારીઓએ . એકદમ મુખ ફેરવી તેની તરફ જોયું. “આવ, આવ. અહિં જરા બેશ” એમ બેલી તે જુગારીઓએ તેને બેસવાની જગા આપી. કુમાર બેઠા પછી આકાશમાંથી એક વિમાન નિચે ઉતરતું તેની નજરે પડયું તેમાંથી ઘંટને અવાજ થતું હતું. તે વિમાનમાંથી એક વિદ્યાધર પુત્ર દિવ્ય આભરણેથી ભૂષિત થએલ, એ બહાર પડે અને ત્યાં આવી તેમને (જુગારીઓને) કહયું “આ મારું વિમાન રત્ન મેં સરતની અંદર મૂકયું, આના મેં બદલામાં, તમારામાં જે કોઈ ધે હોય એણે લઢવાની શરત કરવી” ત્યારે તેનાં ભાષણથી જગત્ યોધ્ધો, અને મહાબળવાન વીરસેન એના વગર સર્વ જણ ચુપ બેસી રહ્યા. - વીરસેન--(જરા હંસીને) તું લઢવાની ઈચ્છા રાખે છે કેમ ? તારે હેતુ તે માટે દેખાય છે, કારણ વિમાન આપી લડાઈ કરવા માગે છે, " વિદ્યાધર-સામર્થ્ય હોય તે રમ, હે સુંદર, પૃથ્વિની વ્યવસ્થાને છેડીને ચાલવું કામનું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust