________________ 145 પિતાની જગાએ રહી, છુપા માણસ પાસેથી ઇતર રાજયમાંની બાતમીઓ મંગાવી પિતાને રાજય કારભાર ચલાવતું હતું. એક વખતે જયાભિલાષિ વીરસેન પ્રભુએ મને મગધ દેશમાં જવાની આજ્ઞા કરી. અને કહ્યું કે “ચંપા નગરીમાં અતુલ પરાક્રમી એવા નરસિંહ રાજાએ હાલમાં મારી સાથે શત્રુત્વ કર્યું છે. જે ઈતને તૃણ સમાન સમજે છે તેનું એકંદર સ્વરૂપ બારીક રીતે જોઈ આવ... આ પ્રમાણે આજ્ઞા થવાથી હું રાજાને વંદન કરી ત્યાંથી નીકળે, અને આકાશ માગે વેગથી જઈ ચંપાપુરીમાં પહોંચ્યો. પ્રથમ ત્યાં વાસુપૂજય જીનેશ્વરને નમન કરી, પાપ મુકત થઈ ચંપાપુરીમાં પેઠે. લોકોની નજરેને ભૂલાવે એવા વિદ્યાદેવીના પ્રતાપથી કેઈને પણ ન દેખાતા નરસિંહ રાજાના સુંદર રાજ મહેલમાં મેં પ્રવેશ કર્યો. ત્યાં નરસિંહ રાજા સિંહ જેવો, યુદ્ધમાં ન છતાય એવો અને જેનું એક છત્રી રાજય, મેટે પરાક્રમી, મારી નજરે પડશે. યુદ્ધમાં દેવનું પણ તેની સામે જોર ચાલી શકે નહિ, તે માણસની શી વાત કરવી ? તે તમારા જેવા સાથે પણ સામને કરવા ભૂલે નહી.” ' રાજાએ વાત ખરી છે. અમે પણ એજ પ્રમાણે સાંભળ્યું છે, અમારા શિવાય બાકીના સર્વ રાજાઓ તેને ખંડણી ભરે છે. હશે નરસિંહ રાજા તે સર્વને ખબર છે કે જેના પરાક્રમવડે શત્રુ થરથર ધ્રુજે છે હવે આગળ બોલ. દત્ત–હું તેને જોત જોતે અતગૃહમાં જઈ તેની સાથે બેઠે, ત્યાં જઈ જોયું તે તે પિતાની સ્ત્રી સાથે કાંઈ છુપી વાત કરતા નજરે પડશે. તેઓ શી. મસલત કરે છે એ જાણવાના હેતુથી, મારા ધણીના કાર્ય માટે હું તદ્દન તેમની નજીક ગયે. નરસિંહ રાજાએ પોતાની સ્ત્રી અને પ્રધાનને કહ્યું. - નરસિંહ–હે પ્રિયા, હે મહાઅમાત્ય, હું તમને એક રાજકારસ્થાનની વાત કહું છું તે તમે બંને જણ સાંભળે. પ્રિયા પ્રથમ કમલકેતુ જયારે તને લઈ ગયો ત્યારે તારા વિરહથી મને ઘણું દુઃખ થયું. તે વખતે મનને કેઈપણ જાતને વિસામો આપવાના હેતુથી આ પ્રધાને મને વાસુપુજયજીનના મંદિરમાં લઈ ગયે. - પ્રિયા, સંપૂર્ણ દુઃખને નાશ કરનાર તે વાસુપૂજયજીનનું દર્શન થતાંજ અને તઃકરણમાં બહુ સંતોષ થયા. દેવને નમસ્કાર કરી મંદીરની બહાર આવું છું એટલામાં એક ચારણ મુનીને દેશ દર્શનાર્થે આવેલો દીઠે. તે મુનીને વંદન કરી, તેની પાસે બેથી તેના મુખમાંથી ધર્મોપદેશ સાંભળ્યો. એટલામાં મનની અંદર તારું સ્મરણ થયું. તે પરથી તે મુનિવર્યને તારી બાતમી પૂછી. મુનિ-સ્ત્રી લંપટ એવા કમલકેતુ નામના વિદ્યારે તારી સ્ત્રીનું હરણ કરી એક પર્વતની ગુફામાં તેને લઈ જઈ કહ્યું કે “સુંદરી, તારાપર આસકત થઇ, મેં તને અહિં આણી છે, તે તું મને વશ થા.” તે જ વખતે તેણીએ તે વિદ્યાધરને સમાચિત જવાબ આપે કે, “આપની વાત કબુલ કરી હોત પણ શું કરું? આજેજ હું ઋતુમતી (અસ્પશી થઈ છું. કાંઈ પણ ભાષણ ન કરતાં, આપ પર સ્ત્રીઓના મને વીંધી નાખે છે, પછી પોતે પ્રાર્થના કરતાં, આપના વચનને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust