SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 134 જન્મના પુણ્યરૂપી વાયુથી પુષ્ટ થએલ જે તારા પ્રતાપગ્નિ તેને આ જગત ની અંદર શું અસાધ્ય છે? તારા પ્રતાપગ્નિનું સ્વરૂપ કેવું ચમત્કારી છે તે જે, જે શત્રુને અત્યંત બાળનાર તેજ અમને ચંદ્ર સરખે થાય છે. હાથમાં ઝાલેલી તલવારની ધારપર હોનારા મૃત્યુના ભયથી જાણે તારા અસંખ્ય શત્રુઓ તારી સામું જોવાને છાતી ચલાવતા નથી, તેમને તારૂં તેજ સહન ન થવાથી, તે પતંગીઆ પ્રમાણે તારાપર પડી નાશ પામે છે. ગુણવાન લોકોને કાળો ડાદ્ય લગાડનાર અતિ મત્સર ભાવ તે આજ. આ ગુણે લોક શત્રુને પણ સેવક બનાવે છે, તે ગુણને સમુદ્ર આ લેકમાં વખણાય છે. બાબરીઆ સાથે સ્પર્ધા કરેલી શેભે છે, પણ તે અધિક ગુણવાન સાથે તે બીલકુલ શોભતી નથી. " તું અધિક ગુણવાન છે, તારી સાથે સ્નેહ કરવાની હું ઈચ્છા રાખું છું, આટલાથીજ જો કે હું એટલો નિર્ગુણ છતાં, પણ પિતાને ગુણું સમજું . મહારાજ, મારા દોષ તમારા મનમાં રહ્યા નથી, એમ હું સમજું છું, તે મને તમારૂં દર્શન લેવાની પરવાનગી કૃપા કરીને આપવી. પૂર્વે સમુદ્રની અંદર જે વિદ્યાધરને તે છે, તે અશક ગુણોથી ખુશ થઈ તને ઉપર કહ્યા પ્રમાણે મને વચ્ચે રાખી વિનંતી કરે છે. કુમારે ચંદ્રશેખરનું આવું ભાષણ સાંભળી બોલ્યા કે, “આ અશોક રાજાનું સૈન્ય છે શું?” તેણે હા કહ્યાથી વીરસેન ફરી બોલ્યો, “અરેરે, મારી અજ્ઞાનતાથી મારી હાની થઈ, અને હું આ સૈન્ય શત્રુનું છે એમ સમજો. પિતાનું રાજય, સ્વમંડળ, અને જીવિત્વ ઈત્યાદિની પર્વ ન કરતાં જેમને ઉદ્ધારવાના હેતુથી અહિ ભયંકર સંકટમાં પડેલ છે. તે અશોકના સૈન્યના અગ્ર ભાગ ઉપર ભારે કરી, મેં પાપીએ કે અપકાર કર્યો છે? આ પૃથ્વિ પર દુષ્ટ લોકોની કાંઈ ખાણ હોય છે એમ નથી, તે ઉપકાર કર્તા પુરૂષનું નુકસાન કરનાર તેજ દુર્જન છે. તે હવે હે ચંદ્રપડ, તું વખત ગુમાવીશ નહિ. તું જઈ તે બેચરાધિપતિને મારૂં જેવું સ્વરૂપ છે તેવું કહે. જેથી કરી તેના આશ્રિત મંડળીને જુદે જ સમજ થાય એવું કાંઈ કહેતો ના. આ સાંભળી ચંદ્રશેખર બોલ્યો. - ચંદ્રશેખર–હે દેવ, તેજ કહ્યું છે કે, જે અમૃત છે, તેને વિષને ગુણ કઈ દિવસ આવતું નથી. તું અમૃતસત્વથી પરીપૂર્ણ છે, તારા ઠેકાણે કુતર્ક રૂપી વિષ બીલકુલ નથી. અને અશેકના મનમાં પણ તારા વિષે બીલકૂલ વિરૂદ્ધ ભાવ નથી. એમ છે તો પણ તારા વચન માથે ચઢાઉં છું, એમ બોલી ચંદ્રાપીડ તરત અશેક રાજા તરફ ગયા. તેણે જઈ કુમારનો સર્વ વૃતાંત કહ્યા. અશોક બોલ્યો કે, અહો, વીરશેન નામાં ભલાઈ છે? આ સજજન શ્રેષ્ઠ કુમારને એક એક ગુણ અપાર રૂપિથી વિસ્તારાએલે છે.” તે તેના ગુણના વર્ણન ઉપરથી તેને હર્ષ થઈ, તેના શરીર પરના રૂંવા ઉભાં થયાં, અને તે ખેચરને રાજા સ્વસૈન્ય સાથે કુમાર પાસે ગયો. તેમને આવતા જોઈ પ્રસન્ન દૃષ્ટિ જરા ઉઘાડી કુમાર ઝપાટાથી દોડતો ગયો, અને બેચરાધિપતિને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy