________________ 132 માણે તેને તાત્પર્યર્થ સમજી એકએકના તરફ જવા લાગ્યા, અને નરમાશથી બોલવા લાગ્યા. - શેખર–અરે પવન શત્રુ ખરૂં કહે છે, આ ખેચરને મારી કામ સધાશે એમ લાગતું નથી. - પવન–રાજનીતિમાં એવું કહેલ નથી કે, રાજાએ પિતાને જીવ બાંધી શત્રુને સ્વાધિન કરે. સ્વશરીર રક્ષણાર્થે દેશ, દ્રવ્ય, અને નોકર ચાકરને ભેગ આપ, કારણ આપણે દેહ નાશ થયે કે એક ક્ષણમાં એ બધું ભાગી પડવાનું છે. ત્યારે હવે, બુદ્ધિવાન, યુદ્ધમાં કુશળ, રણમાં પરાક્રમ કરનાર અનેક અધિક દૈવવાન, એ શત્રુ મારે હાથે શી રીતે લાગવાને? . . - શેખર–અરે આ તારું કહેવું સર્વ છેટું છે, જે તારા મનની એવી ખાતરી છે તો પછી લઢાઈની તૈિયારી શા માટે કરી? જે ભાઈની સાથે વેર કરનારને નાશ કરવાનું ઈચ્છતા હોય તે લઢાઈ કર, શત્રુ ઉત્પન્ન થયા પછી વિચાર કરવાનો વખત કે હોય? ' . પરસ્પરમાં થયેલા તેમના ભાષણ સાંભળી વીરસેન બોલ્યા કે, “તમે બન્ને આમ જોતા શું બેશી રહ્યા છે? મારાપર એકદમ ચાલી આવે. પૂર્ણપણે ઉતેજન મેળવી હર્ષિત થયા પછી તે પવન અને શેખર એ બને, પર્વત પર મેઘ પડ્યા પ્રમાણે વીરસેન પર દોડી ગયા. પછી વીરસેને તેમના સેંકડો બાણે એકજ શરથી તેડી તેમના કકડાથી સર્વ પૃથ્વી ઢાંકી દીધી. તે બન્નેએ વિદ્યાબળે કરી, સેંકડો શીખરાથી એ એક માટે પર્વત ઉત્પન્ન કર્યો તે ઉચકી વીરસેન દ્વાપર ફેંક. વીરસેને તે પર્વત પિતા તરફ આવતા જ મુઠીવડે સત્વર દબાવી દીધે, તો પણ તે પાછા આવ્યું. પછી તેમણે તે જોરથી નાખ્યો ત્યારે, વીરસેને ઘણું બાણ છોડી, તે પર્વતને લોટ કરી નાખે, ને તે ધૂળને ઢગલે થઈ રહયે. પર્વતનું ચુર્ણ થવાથી આશ્ચર્ય ચક્તિ થઈ તે બન્નેએ એવું શસ્ત્ર છેડયું કે, તેથી દૃશ્ય વસ્તુ તમામ અંધારામાં ઢંકાઈ ગઈ. તે પુરાતન રાક્ષસરાજાએ પ્રજવલિત ભાસ્કરાન્ન ઉત્પન્ન કર્યું. વીરસેને તેને છેડી તામસાસ્ત્રને નાશ કર્યો. ત્યારે તેણે વીરસેન યોદ્ધા ઉપર ભુજ. ગાસ્ત્ર છોડયું, તે વીર ગારૂડાસ્ત્ર નાખી તેનું પણ નિવારણ કર્યું. આ પ્રમાણે જે જે દિવ્ય અસ્ત્ર તે ખેચર રાજાએ છેડયાં, કુમારે તેના વિરૂદ્ધ અસ્ત્ર છેડી નિવારણ કર્યા. સર્વ દિવ્ય અસ્ત્ર નિષ્ફળ થયા પછી હાથમાં ઢાલ તરવાર લઈ વીરસેન પવનની સામે થયો અને બોલ્યો. . . વીરસેન–હે નિલજ, પવન, તારે ભાઈ મારા હાથથી મર્યો છે, અને હવે તને પણ કાપી નાંખું છું, તે તને જોઈએ તે કરી લે. .. કુમારનું આ ભાષણ સાંભળતાજ ધાનીના ધુમાડા :પ્રમાણે કાળી તરવાર પવનકેતુએ મ્યાનમાંથી કાઢી અને દોડતે જઈ તે કુમારના માથામાં મારી, ત્યારે કુમારે મોટી હોશીઆરીથી તલવારને ઘા ચુકાવ્યું. એક બાજુએ ખસી તેણે ઝપાટાથી પવનકેતનું શીર ઉડાવી દીધું. પવનકેતુ પડતાંજ શેખરાજા લાલ આંખ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust