________________ 128 " : વીરસેનનું નામ સાંnળીનેજ મને દુઃખ ઉત્પન્ન થાય છે, તેના ગુણો સાંભળીને તે મને મરણ સમાન દુઃખ લાગે છે; એટલામાં પેલે પવનકેતુ દીશા ઢાંકી નાખે એવા સૈન્ય સાથે એકાએક ત્યાં આવી પહોંચ્યો. તેમનું સૈન્ય આકાશમાં એકઠું થયું, ત્યારે તે અશકય કૃત્ય કરનાર વીરસેન પિતાના મનવાં વિચાર કરવા લાગે કે “જેમ અનેક શીયાળો એકઠી થાય તો પણ તેમનાથી સિંહનું શું થવાનું છે? તેમ આ ઘણા એકઠા થયા તે મારૂં શું વાંકુ કરવાના છે ? " વીરસેન આ વિચાર કરતો હતો, એટલામાં એકાએક બંધુજીવા તે ચંદન વનમાં પ્રાપ્ત થઈ. તેણે ઉઠી મોટા હર્ષથી નમ્રતા પૂર્વક બંધુજીવાને નમસ્કાર કર્યો, અને ક્ષેમકુશળની વાતે પછી તેણે સવાલ કર્યો કે, “તું અહિં કયાંથી આવી? ' ! . બંધુજીવા–હે વત્સ, સમુદ્રમાંથી નીકળી હું વૈતાઢય પર્વત પર ગઈ તે ત્યાં આકાશમાં વિદ્યાધરોને એકઠા થએલા જોયા. વિમાન ઉપર ચઢાવેલ તરેહવાર નીશાને, અને ઘણા પ્રકારના વાઘે જઈ હું સમજી કે તે પવનકેતનું સિન્ય કોઈ પણ ઠેકાણે કુચ કરવાને નીકળેલું છે. વિદ્યાબળથી અદૃશ્ય રહી તે ખેચરનું બેલવું સાંભળી એવો નિશ્ચય કર્યો કે, આ વીરસેન ઉપરજ જવાને નીકળેલા છે. ભાઈનું વેર વાળવા સારું પવનકેતૂ તારે શત્રુ થયો છે. અને એક સ્ત્રીની લાલચથી શેખર પણ તારે શત્રુ થયે. બળાત્કારથી તે વીરને મારીને, પતિવ્રતા સ્ત્રીને લેવી એવા હેતુથી તે તારા પર તૈયારી કરી આવેલા છે. સમુદ્રમાં વીરસેન એકલો છતાં પણ તેણે અશકને જીતી ઉત્તમ લાભ મેળવ્યું, અને ચંદ્રગ્રીને જીતીને લાવ્યો. એકલા પવનકેતૂથી અગર શેખરથી આ જીતી શકાતો નથી. એવા કારણથી હવે આ બન્ને જણા એકઠા થએલા છે. એમ મનમાં આણી વત્સ, તારે શોધ કરતી કરતી અહિં આવી છું. તું હવે સાવધ રહી સામનો કરવાની યોજના કરી મૂક. વિદ્યગતિ નામને મારે એક પુત્ર છે, તેને તેના છોકરાની ખબર લાવવા સારૂ વૈતાઢય પર્વત પર મેક- * લ્યો છે. - વીરસેન-માતાનું હૃદય મુળથીજ માયાળુ હોય છે. માટે તું અહિં આવી છે, તે સારૂ કર્યું. ચંદ્રપીડ અને સુવેગ એમના મનને ખોટું લાગશે, એ માત્ર તારા અહિં આવવાથી જરા ખોટું થયું. માતુશ્રી, વધુ બોલીને શે ઉપયોગ! પણ હું જે તારે પુત્ર હોઈશ, તે તરત આ બને સૈન્યને જીતીને જયશ્રી મેળવીશ. હે માતા તું જરા પણ વાર ન લગાડતાં સમુદ્ર તીરે જઈ મારી બધી સ્ત્રીનું રક્ષણ કર, ત્યાં સુધીમાં હું અહિં શત્રુને જીતું છું. ' * બંધુજીવા–હું સ્ત્રી જાત છું એમ સમજીશ નહિ. (કારણ ) ચક્રેશ્વરીના પ્રતાપથી અંહિ (ત્રિભૂવનમાં) મને કઈ પણ ઈજા કરનાર નથી. વત્સ, હું એકલી સ્ત્રી જાત આ નભશ્ચરના સૈન્યને લેશ માત્ર અગ્નિ તૃષાનો નાશ કરે છે, તે પ્રમાણે પરભવ નહિ કરું? માટે હે વત્સ, મારા જેરપર તું ખુશીથી શત્રુને જીતી લે. વિચિત્રયશના પુત્ર તરફ જવાની કેની છાતી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust