________________ . વીરે કહ્યું પ્રથમ તું આ પુરૂષને અભય આપ, પછી હમેશ સમયને અનુસરીને તારે શું કરવું તે બદલ હું કહીશ. રાક્ષસે કહ્યું હે વીર આ માણસને તો શું પણ આ નગરમાંના બીજા જીવોને આજથી અભયદાન આપ્યું છે. એટલામાં કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, અકલંક અને અમલ સાધુ આવે તે ઠીક, એ પ્રમાણે આ તરફ રાક્ષસ અને કુમારને સંવાદ ચાલ્યો હતો. રાત્રિ નગરની આફત સાથે નીકળી ગઈ. રાક્ષસના હૃદયમાં પછીથી ઉત્પન્ન થએલાં એવાં વિવેક સંસ્કાર પ્રમાણે સત્ય પદાર્થ પ્રકાશક અને જગતની કેવળ આંખો એવા સુર્ય બોંબને ઉદય થયો. એટલામાં ત્યાં વિદ્યાધર અને દેવ જેમની સ્તુતિ કરે છે એવા બે ચારણ સાધુના વેશે ત્યાં ગયા તે સર્વ લોકના દેખતાં તે બન્ને નગરના ઉપવનની અંદર ઉતરી તરત ધ્યાનમાં નિમગ્ન થઈ રહ્યા, અને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. વીરે કહ્યું હે મહાત્મન હવે ચાલ, મહાપાતકરૂપ પંકજ (કાદવ) ધોઈ નાંખવાને ઉદકરૂપ એવા બે મુની આવેલા છે તેમને જલદી જઈ વંદન કરીએ, એમના દર્શનથી મેહ જાય છે, પાપ નાશ પામે છે, અને વિશેષ ગુણે સારૂ વિવેકને પ્રકાશ થાય છે. રાક્ષસે કહ્યું છે એમ છે તે પછી આટલી વાર કેમ કરો છે? ' એમ બોલ્યા પછી સર્વ જણ સાધુ પાસે ગયા. અણી તરફ વીર પિલા - નુષ્યને પાછો મેકલી રાજા અને નગરવાસીઓને બોલાવ્યા ને તેઓ પણ સાધુ પાસે ગયા. ત્યાં બને મુનીને દેવોએ વધાવી લીધેલા જોઈ વિસ્મયથી પ્રકુલિતનેત્ર થયાં છે. એ કુમાર વિચાર કરવા લાગ્યો કે, “જેના વિશે હું ચિંતન કરતે હતે તેજ આ અકલંક અને અમલ સાધુ આવેલા છે તેમને ઠેકાણે કેવલજ્ઞાન ખરે. ખર ઉત્પન્ન થએલું લાગે છે.” એ વિચાર કરતે, કુમાર રાજા, નગરજન અને રાક્ષસ સર્વ સહ તે બન્ને કેવલજ્ઞાની મુનીને નમસ્કાર કરી નીચે બેઠા. પછી તે બેમાંથી એક કેવલ જ્ઞાનીએ રાક્ષસ, કુમાર, ભૂપતિ, અને નગરજન ને દેવ એમને ગંભિર વાણીથી ધર્મોપદેશ કર્યો તે બોલ્યો; “એકાગ્રથી શ્રવણકરે, સાંભળી તે પ્રમાણે મનમાં રાખે, અને જેથી કરી હમેશને વાતે સુખી થાવ એવા ધર્મનું ' ચિંતન કરે. - આ જગતમાં અજ્ઞાનતા અતિશય દુઃખદાયક છે. કારણ ખાડામાં પડવું એ - એનું ફળ છે. જીવ અજ્ઞાનથી આવૃત થઈ યુક્ત અયુક્ત કાંઈ જાણતો નથી. સૂર્ય ના ઉદયથી પદાર્થ સ્પષ્ટ રીતે દેખાય છે, તે પણ અજ્ઞાનથી અંધ થએલા પ્રાણિને સર્વ જગ પ્રકાશ રહિત લાગે છે, આ જગતનાં શારીરિક અને માનસિક દાખ જેટલાં જે કાંઈ સંભવનીય હશે, તે અજ્ઞાન જીવને, પ્રાપ્ત થશે. જીવ અજ્ઞાનથી મેહિત થયા એટલે સર્વ ઉલટું સમજે છે. અધર્મને ધર્મ કહે છે. અથવા અભક્ષ્ય પદાર્થોને ભક્ષ્ય પદાર્થો કહે છે. આ પ્રમાણે અનેક જન્મોમાં અજ્ઞાનંતાનાં પરિણામથી મિહીત થએલે જીવ કર્મ સામર્થ્યથી મિથ્યા ધર્મમાં મગ્ન થાય છે. જીવ કુધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust