________________ 100 . .. . તમને બન્નેને ધન્ય છે, તેમ તમારું સુરત્વ પણ સફળ છે, કે જેઓએ મળી આવું જૈનમંદિર કરાવ્યું. આ જગતમાં જે ચપળ લક્ષ્મીને સંપાદન કરી, આવા પ્રકારના ઉપગથી અખંડ પુણ્ય સંપાદન કરી લે છે તે જ બુદ્ધિવંત છે. ધનીકેની સંખ્યા કેના જાણમાં આવશે? (કેઈન પણ નહી) પણ જેઓએ લક્ષ્મીને ફસાવ્યા એવા આ ભૂવનની અંદર બે ત્રણજ હશે. સંગમ વખતે અ૫ સુખ આપનારી, પરંતુ ક્ષણ માત્રમાં ચંચલ થનારી એવી વેશ્યા, અને તે જ પ્રમાણે સંપત્તિ, એમાં વિદ્વાન લોક સ્થિર આશા રાખતા નથી. એમ સમજી જેમણે યથાશક્તિ ધર્મ સારૂ ઉદ્યોગ કર્યો નથી, તેમનું શરીર અને લક્ષ્મી વગેરે મેળવેલું સર્વ નિરર્થક છે. - એમ બોલી ઇંદ્ર આ મંદિર અને સરોવર એ બન્નેના નામે તે બંનેના નામ ઉપરથી અનુક્રમે અકલંક અને અમલ પાડ્યા. (એટલે અકલંક મંદિર અને અમલ સરોવર). ( આ પ્રમાણે ના પાડી ઈદ્ર ગયા પછી વિદ્યાધર પુત્ર પિતાના નગરમાં જઈ ધર્મ કૃત્યના આચરણ કરવા લાગ્યા. એક દિવસે તે બારણાની અંદર બેઠા એવામાં શર દુકાળને મેઘ આકાશમાં પ્રસરી, તરતજ વીખરી જ તેમણે જોયે. તે મેઘ જે ન જ એટલામાં નહિ જેવો થઈ ગયો એમ જોઈ અકલંક વિદ્યાધર બેલ્યો; " જુઓ આ મેઘ, આખા આકાશમાં ફેલા હતા અને ક્ષણ વારમાં કે જતો રહ્યો? આ ડાહ્યા લોકોને પદાર્થનું અસ્તિત્વ કેવું છે, એ દેખાડી, મેહ ન કરવાને પ્રત્યક્ષ દાખલ આપે છે. કાળદંડ માથાપર છતાં, સંસારમાં લક્ષ્મી, વિષય એમની મેહકારક આશા કેમ રાખવી? ચંચળ લક્ષમીને ઠેકાણે સ્થિર આશા શા વાતે રાખવી? જેને પ્રકાશ માત્ર મેહનું કારણ છે. ગુણોના સમુદાયને બાળી નાખનારી, સ્નેહને ક્ષય કરનારી, અને જેની પાછળ પુષ્કળ ઉપાધી એવી જે લક્ષ્મી, તે દીવાની જાત સરખી નથી. સંસારમાં બંધનકારક, અને ધર્મ વિને કારણભુત, એવા રવજને વગેરે, જે પરમાર્થ દ્રષ્ટીએ જોતાં પારકાજ, તેમને ઠેકાણે મેહ શા કામને? જે રેગ પીડીત, અને દીન થયેલ જીવ મરતી વખતે સ્વજને તેની પાછળ જતાં નથી, તે તેમનું સ્વજનત્વ શા કામનું? આ પુષ્કળ દુઃખના તુચ્છ વિષય સુખોની અંદર જે ઈષ્ટ વિયોગાદી દુખો કઈ પણ દિવસે પ્રાપ્ત ન થાય તે તેમાં પણ લીન થઈ જવાશે. સ્વર્ગ સુખના અનુભવથી જે જીવને સંતોષ નથી થતે તે આ ભીખારી સુખથી શાને સંતોષ થવાનું છે? તેથી જેણે સુર અસુરને જીત્યા છે, એ મૃત્યુ જ્યાં સુધી આવી પહોંચ્યો નથી ત્યાં સુધીમાં આપણે બે જણ વૃત ધારણ કરી જન્મ સફળ કરી લઈએ. ' અમલે કહ્યું હતું, એ, એવુંજ છે, આમાં કાંઈ પણ ખોટું નથી. હે ભાઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust