________________ ( 48 ) એક દીવસ જાત્રાએ જાય, ફરતાં ફરતાં આવે ત્યાંય; જ્યાં વસે છે વચનામતિ, અન્યાયપુરમાં જેની ગતિ થાપણ આપ્યાં રત્ન પાંચ, મનમાં નવ રાખી કાંઈ ખાંચ; કપડાની બાંધીને ગાંઠ, નહી દેખાડયે તેને ઠાઠ, જ્યારે મહાસેનજ નીકળે, ખેલી જોતાં લેભ ઉછળે; લક્ષ મુલ્યનાં પાંચ રતન, લલચાયું તેનું ત્યાં મન, એક રત્ન ગીરવી મૂકીને, કર્યા મહેલ ધર્મ સૂકીને; ચાર રત્ન છૂપાવી દીધ, વાત તેની કયાંય ન કીધ. પાછો આવી માગે રતન, મહાસેન ભેળે છે મન; વચનામતિ કે જાણું નહીં, કુણ છે તું કેમ આબે અહીં થાપણ કેઈની નવ રાખીએ, સંતેષે નિજદીન કાઢીએ; મહાસેન વીચારે પડયે, કયો ગ્રહ અહીં આવી નડો. મનમાં તે વીચારે ઘણું, શેાધે બળ તે રાજા તણું. સુમેળકા નગરીના સમિપમાં એક સુંદર તપોવન હતું. ત્યાં ભવદત્ત અને ભવભૂતિ કરીને બે તાપસ કંદમુળાદિકનો આહાર કરતા તથા પંચાગ્નિ સ્નાન કરતા હતા. તેમાં ભવદત્ત કપટી તથા ભવભૂતિ સરળ હદયનો હતો. તેઓ કેટલાક સમયે મૃત્યુ પામીને બન્ને જણા યક્ષ થયા અને ત્યાંથી ચ્યવીને પ્રથમ ભવદત્તનો જીવ અન્યાયપુરીને વિષે વચનામતિ નામે શ્રેષ્ઠી થયો, તથા બીજો જે ભવભૂતિ તે ઍવીને પાટલીપુર નગરને વિષે મહાસેન નામનો ક્ષત્રી ઘણો જ દ્રવ્યવાન, પ્રકૃતિએ સરળ, તેમજ સંતોષી સ્વભાવવાળો છે. તે મહાસેન એક વખત સારાસાર વસ્તુઓ ગ્રહણ કરીને જાત્રા કરવા સારૂ નીકળે. ફરતાં ફરતાં અન્યાયપુર નગરમાં જ્યાં વચનામતિ શેઠ રહે છે ત્યાં આવ્યો ત્યાંથી પિતાને વિચાર આગળ જવાનું હોવાથી મનમાં અદેસે નહીં લાવતાં અમૂલ્ય પાંચ રત્નો જે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust