________________ ( 28 ) વિગેરે કષ્ટ પણ સહન કરે છે. અને દેશ પરદેશમાં હોય ત્યાં દુ:ખ પણ ગણતા નથી. એવા તૃષ્ણાવાળા મનુષ્ય ઘણી ખરાબ હાલતથી મુઆ છે. પણ સંતોષ રાખી જે વેપારાદિ કરે છે તે મનુષ્ય ઘણું સુખી થાય છે. બુદ્ધિદરે પિતાના ભાઈ ઉપર પત્ર લખી આપ્યા અને ચંપકને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે - દેહરો. વરી એ છે માહરે, બેલે કડવાં વેણ: સભા માંહી વગાવીએ, નથી પડતું મને ચેન, માટે તુજ ભણી મોકલો, કરીને કેઈ ઉપાય; આવે તેને નાંખજે, અંધ કુવાની માંહ્ય. કરી કાર્ય આવું પછી, ખબર આપજે ભ્રાત; ઓળખ સાથે આપજે કરી તેની ઘાત, સરનામું ચેખું લખી આપે પત્રજ હાથ; હશે ત્યાંથી નીકળે, નથી કેઈ સંગાથ, ભોળો ચંપક પચાસ લાખ સુવર્ણ મહોરે પ્રાપ્ત થવાની હશથી ત્વરાથી નીકળ્યો, અને ચંપાનગરીમાં બુદ્ધિદત્તના ઘેર આવ્યું. તે વખતે બુદ્ધિદત્તના ઘરનાં બધાં માણસો પોતપોતાના કામ અર્થે બહાર ગયાં હતાં. બુદ્ધિદરની સ્ત્રી કૌતકદેવી પણ તેના સગાસંબંધીઓને ત્યાં ગઈ હતી અને તેને લઘુ બંધુ સાધુદત્ત પણ ચોટામાં ઉઘરાણી ગયા હતા. તેથી કોઈ પણ માણસ ઘર આગળ જોવામાં આવ્યું નહીં પણ ત્યાં આગળ પવન વયની એક કન્યાને ક્રીડા કરતી ચંપકે દીઠી. તેથી તેના હાથમાં પેલે પત્ર આપ્યો. કન્યાએ પણ તે પત્ર લઈને અશ્વશાળાના એક ભાગમાં લટકાવ્યો અને આવેલા અતિથીને વિનયથી દીવાનખાનામાં બેસાડો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust