________________ ( 24 ) હકીકત રાજાને વિદીત કરી તેથી રાજાએ તે દાસીને અગ્નિસંસ્કાર કરવા હુકમ આપ્યો તથા એ વૃદ્ધાને તે પુત્રનું લાલન પાલન (રક્ષણ) કરવા સેપ્યો અને તે પુત્રનું શુભ મુર્હતમાં ચંપક એવું નામ આપ્યું. ભયે શાળામાં તે બહુ બુદ્ધિશાળી, કળા બહેતરી લેક જોતાં નીહાળી. રહે સર્વ પહેલે ધરે દ્વેષ બાળે; થતાં કલેશ ભાષે નબાપે નમાલે યુવાવસ્થામાં આવતાં રાજાએ શાળામાં ભણવાને માટે મોકલ્યો અને પોતે ભણતાં ભણતાં બહોતર કળાએ યુક્ત થયેલ હોવાથી લોકો તેને નીહાળીને જોતાં હતાં. વળી નિશાળમાં બીજા બાળકોથી તે પહેલે નંબરે રહેતો હોવાથી વિચાર કરીને તેની સાથે કલેશ કરતાં અને કહેતાં કે અરે ! તુ તે નબા (બાપ વિનાનો) ને નિર્માલ્ય પુત્ર છે માટે તારી સાથે અમારે બોલવું પણ ઉચીત નથી. - દેહરા. .. વૃદ્ધાને આવી કહે, બાળક ચંપક ઘેર, પીતાનું મુજ નામ દે, બેલે કિકે ચહેર; પહેલેથી માંડી પછી, માતા કહે વૃત્તાંત, હોંશ ધરીને સાંભળે, ચંપક થઈ નિભ્રાંત શાંત થઈ ગઈ ચિત્તમાં, મુકી દીધી નિશાળ, વેપારે યુવક તે ચડ, ગુણમાં જેહ વિશાળ; જુજ દીવસમાં મેળવી, મેહરે ચિદજ કેડ, વેપારી મીત્રો થયા ગુણે પુર્યા કેડ, ઇત્યાદિક આવા કલેશવાળા તે વિદ્યાર્થીઓએ કહેલા શબ્દો શ્રવણ કરી એકદમ ગૃહને વિષે આવી પિતાની વૃદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust