________________ ( 18 ) * આ પ્રમાણે બુદ્ધિદત્ત શેઠ ખર, ઊંટ, બળદ અને ગાડાં વીગેરેને માટે જથ્થો મેળવીને ફરતા ફરતા કાંપીલપુર - ગરમાં આવ્યો, તે નગરમાં ત્રિવિક્રમ શેઠ નામે એક મોટો વેપારી હતા. તેને ઘેર પોતે ગયો. શેઠે તેને સારે આદરસત્કાર આપ્યો અને કહ્યું કે, હે મીત્ર ! તમારા આવાગમનથી હું કૃતાર્થ થયો છું અને મારું ઘર પણ પવિત્ર થયું છે. તમે મનમાં જરા પણ જુદાઈ ન આણશો અને આ ઘર તથા કુટુંબ તમારું ગણીને જ્યાં સુધી અત્રે રહેવા ઈચ્છા હોય ત્યાં સુધી સુખેથી રહે. શાર્દૂલ વિક્રીડીત છંદ. આવોજી મીત્ર મારા તમે આહી, બેસો સુખે આસને; સંતોષી તવ દર્શને કુશળતા, છે કાં દીશે દુર્બલા. કુટુંબે સુખી સર્વ છે કહે વળી, આજ્ઞા શી મુને કરે; એવી જેની પરાણતી અનીશ, જાવું નિશ્ચે ત્યાં સદા, જેના ઘરની અંદર પ્રવેશ કરતાં “આવો હે મારા વહાલા મિત્ર! તમે આ આસન ઉપર સુખેથી બીરાજે? તમારા દર્શન નથી મને અતિ સંતોષ થયો છે અને આપ સુખવર્તામાં છે? આપનું શરીર દુર્બલ કેમ દેખાય છે? કુટુંબમાં સૌ સુખી છે? તે હે મીત્ર! સર્વ હકીકત મને જણાવો અને મારા યોગ્ય આજ્ઞા ફરમાવો.” આવી રીતે સ્નેહીને જે આદરસત્કાર કરે છે તેને ત્યાં નિરંતર જવું યોગ્ય છે; પરંતુ સત્કાર વીના જવું અયોગ્ય છે. આવાં શેઠનાં મધુર વચનો સાંભળીને બુદ્ધિદત્તિ પિતાને ઉતારે રાખવા સ્વીકાર્યું. ત્યારબાદ પિતાની પાસે વસ્ત્ર રત્નાદિક સર્વ અમૂલ્ય વસ્તુઓ સમયાનુસાર આપીને ત્રિવિક્રમની સ્ત્રી, પુત્ર, નકર અને ચાકર ઈત્યાદિક સર્વે પરિવારને સંતુષ્ટ કર્યા વળી જેને ગર્ભ ધારણ કર્યો છે એવી પુણ્યશ્રી દાસીને વિશેષ પ્રકારે સંતુષ્ટ કરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust