________________ ( 14 ) મૃગયાથી એ ભરશે પેટ, એક જીવની કરશે એટ; તારે પુત્ર કઠીયારે થશે, ભારે એક નિચ્ચે આણશે. એવા લખીયા છે મેં લેખ, તેમાં ફેર તુ કાંઈના દેખ; કેઈ કહે હું ટાળું તેહ, તોય ન ટળશે નિશ્ચે એહ, મંત્રી બેસે ત્યારે બેલ, સાંભળી દેવી કરજે તેલ, ઉદ્યમ તેની વિરૂદ્ધ કરું, તુજ પ્રતિજ્ઞા હૈિયે ધરૂં. જે પ્રતિજ્ઞા પડશે ભંગ, તે નહીં રહે તારે તો રંગ; મનુષ્ય કીડા શું મારૂં કરે, હાંસી કરી દેવી નીકળે જ્યારે દેવી દુરજ ગઈ, ચીંતા બહુ મંત્રીને થઈ; ઈષ્ટદેવનું કરતે ધ્યાન, વિધીવચનમાં થાયજ હાણ, એક દિવસ મંત્રી રાત્રે જાગતો હતું ત્યારે છોકરાના જન્મની છઠ્ઠી રાત્રી હતી તે વખતે કોઈ વ્યંતરદેવી આવીને જવા લાગી. ત્યારે તે મંત્રીએ તેને કર ગ્રહીને ઉભી રાખી, અને પ્રશ્ન કર્યો કે તું કોણ છે, અને શા માટે આ સમયે આવી છે? ત્યારે તે દેવીએ કહ્યું કે હું છઠ્ઠીના લેખ લખવાવાળી વિધાત્રા દેવી છું, અને રાજપુત્ર તથા મંત્રીપુત્રના લેખ લખવા સારું આવી છું. જ્યારે મંત્રીએ પુછયું કે તે શું લેખ લખ્યા તે કહે? ત્યારે દેવીએ કહ્યું કે રાજપુત્ર પારધીને ત્યાં નેકર રહી એક જીવન શીકાર કરી પેટ ભરશે અને મંત્રીપુત્ર કઠીઆરાનો ઉદ્યમ કરી રોજ એક લાકડાને ભારે આણશે. આવી રીતે આ બન્નેના લેખ લખ્યા છે તે કદી પણ મિથ્યા થવાના નથી. મંત્રીએ કહ્યું કે હે દેવી! તું તારી પ્રતિજ્ઞામાં દૃઢ રહેજે નહીં તે હું ઉધમ કરી તને ઝાંખી પાડીશ તો તારી હાંસી થશે. દેવીએ કહ્યું કે ઠીક છે પણ તેણે મનમાં વિચાર્યું કે દેવોની આગળ આ મનુષ્ય ક્રીડો શું કરી શકવાનો છે? એમ કહી તે અંતરધ્યાન થઈ. મંત્રી પણ સુતા સુતા ઈષ્ટદેવનું સ્મરણ કરી દેવીના વિરૂદ્ધ કેમ કરવું તેને વિચાર કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust