________________ ત્યારે શેઠે પુછ્યું કે હે દેવી! તે ક્યાં અવતર્યો છે. તે વખતે દેવીએ અંતરિક્ષ જ્ઞાનથી જાણીને કહ્યું કે કાપીય નગરીને વિષે ત્રીવીક્રમ નામે શેઠના ઘરમાં પુણ્યથી દાસીની કુહાને વિષે સુખથી તે પુણ્યશાળી જીવ છે. દેવી કહી ત્યાંથી ગઈ, સુત શેઠજ સહેજ; પ્રાત:કાળે ઉઠતાં, હૈયે વાત છે એજ. પારણું કરી ઉપવાસનું, લઘુ ભાઈની પાસ; વાત સુણાવા તેહને, રાતે સાંભળી ખાસ આટલું કહી દેવી ત્યાંથી અદશ્ય થઈ ગઈ. ત્યારે શેઠ પાછો સુઈ ગયો. પણ જ્યારે પ્રાતઃકાળમાં ઉઠે ત્યારે એની એજ વાત તેના હૃદયને વિષે અતી ચિંતા કરાવતી હતી તેથી તે શેઠ સવારમાં પારણું કરીને પોતાના લઘુ બાંધવને બોલાવી રાત્રિને વિષે બનેલી સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે, ત્યારે લધુભ્રાતા કહે, સાધુદત્ત જે નામ; સાચી વાત એ છે ખરી, મુકે સોચ તમામ લઘુ બાંધવ કે જેનું નામ સાધુદત્ત હતું. તેણે કહ્યું કે એ વાત સત્ય છે, જે બનવાનું હોય તે બન્યા વીના રહેનાર નથી માટે તમે તેને સોચ કરવો મુકી દો, કારણકે તેમાં કોઈને કશો પણ ઉપાય નથી. વડા ભ્રાત વળતું કહે, લોકે એમ કહેવાય; તોપણ ઉદ્યમથી થતું નામ નસીબ ગણાય, તે સમયે વડીલ બંધુ બુદ્ધિદત્તે કહ્યું કે લોકમાં એમ કહેવાય છે છતાં પણ નામ નશીબનું ગણાય છે. બાકી કાર્ય તો ઉદ્યમથીજ થાય છે. માટે મારે તેમાં કોઈ પણ ઉઘમ કરવો જોઈએ. કહ્યું છે કે - ઉદ્યમ સાહસ ધેર્યને, બળ બુદ્ધિને સૂર; એ જે પાસે હોય તે, વિધાત્રી ભાગે દૂર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust