________________ ( 12 ) માંડયું કે- “હવે તો તમારા પિતાના દેવ સમાસયો છે, શંકર, વિષણુને બ્રહ્માનાં દર્શન કરવા ન આવી તો કઈ નહીં. હવે તમારા ઈષ્ટદેવના દર્શને તો પધારો.” આ બધાને સુલતા એવો ચોખો જવાબ સંભળાવવા લાગી કે-“કદાચિત્ મેરૂપર્વત ચલાયમાન થાય, તથાપિ જીનવચન અન્યથા ન થાય. એક ચોવીશીમાં વીશ તીર્થકર કરતાં વધુ હેઈજ ન શકે એવું સ્વયં સર્વજ્ઞ પુરૂષનું કથન છે. અને એજ સત્ય છે. લોકે ગમે તેમ માને તેની સાથે મારે કંઈ જ સંબંધ નથી. સલ્લુરૂ વિના અન્ય કોઈને આ માથું ન નમે તે નજ નમે.” મતલબ કે પચીસમા તીર્થંકરનું કૃત્રિમ સમોસરણ પણ સુલતાને ખેંચવામાં નિષ્ફળ નીવડયું. સુલસાની જીનવચનપરની શ્રદ્ધા ન ડગી, તે એક ટળી બે ન થઈ! - અંતે અંગડ પોતાના સ્વાભાવિક રૂપમાં જ સુલતાને ત્યાં ગયે, રસુલસાએ તેને પોતાનો સાધર્મિક માની સારે આદર-સત્કાર કર્યો. મા અંબડે પિતેજ કહેવા માંડયું:–“મેં તમારા સમ્યકત્વની કસોટી કરવા ઘણું ઘણા ઉપાય અજમાવી જોયા, પરંતુ તમે ઠેઠ સુધી અચળ જ રહ્યા એ જોઈ મને બહુ આનંદ થાય છે. જનધર્મને વિષે તમને કેવી દઢ શ્રદ્ધા છે તેની હવે મને ભારોભાર ખાત્રી થઈ ચૂકી છે. શ્રી વર્ધમાનસ્વામી જેવા જગવંદ્ય પુરૂષે તમારા જે વખાણ કર્યા અને તમને ધમશિ"ર્વાદ આપ્યા તે ખરેખર યોગ્ય અને સુસંગત છે એમ મારે મુક્તક ઠે કબુલવું જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust