________________ (67). તેમના જીવનમાંથી મળી શકતું નથી. તેઓશ્રી હંમેશ કલેશ-કંકાસથી દૂર જ રહેતા હતા, તેઓશ્રીની શાંતતા સહનશીલતા, નિરાભીમાનતા, સરલ હૃદયતા વિગેરે ગુણ ભાગ્યેજ એક વ્યક્તિમાં એકઠા થયેલા જોવામાં આવે છે. - ચં૦–ભાઈ મણીલાલ, તેઓશ્રી સ્વર્ગે જ્યારે ગયા? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીને ગળામાં કેન્સરની ઝેરી ગાંઠ થવાથી ઘણા ઉપચાર કરતાં આ ઝેરી ગાંઠ મટી નહિ અને પરિણામે સમાધિપૂર્વક સં. 1987 ના શ્રાવણ વદી પાંચમે સ્વર્ગે ગયા. - ચં–ભાઈ મણીલાલ આચાર્યશ્રીને દીક્ષા પર્યાય કેટલે? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીએ સત્તરમા વરસે દીક્ષા લીધી. 38 વર્ષ દિક્ષા પર્યાય પાળે અને પ૫ માં વર્ષે સ્વર્ગમાં ગયા. ચં–ભાઈ મણીલાલ, તમે મને આચાર્યશ્રીના જીવનચરિત્ર બાબત ઘણું સમજણ પાડી તે માટે આભાર માનું છું. એલે આચાર્ય શ્રી વિજયકેશર સૂરીશ્વરની જય. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust