________________ (33), છે તે આપશ્રી સ્વિકારશો. આપે આ પ્રજાને અનહદ લાભ આપેલ છે. તે બદલ આ પ્રજા આપશ્રીને ઉપકાર માને છે. અને હવે ફરીને આ ભૂમિને આપ ભૂલી ન જતાં ફરી ફરી દર્શનનો લાભ આપતા રહેશો. એવી આ સેવકની નમ્ર વિનંતિ છે, તે આપશ્રી ધ્યાનમાં રાખશે. આટલા વિવેચન થયા બાદ મહારાજશ્રીએ મીઠા શબ્દોમાં ઉત્તર આપ્યો કે મારી ફરજ ઉપરાંત મેં કાંઈપણ કરેલ નથી. ભાવનગરની પ્રજા ગુણગ્રાહી હોવાથી ગુણીનું બહુમાન કરો છો. સાધુઓને ધર્મ છે કે અવાર નવાર દરેક સ્થળે વિચરી સર્વને લાભ આપવો. તે પ્રમાણે વલી ક્ષેત્ર ફર્સના હશે તો તમેને ફરી લાભ મળશે વિગેરે બેલી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ખરેખર ! મહારાજશ્રી માટે સેના હૃદયમાં અનહદ પ્રેમ પ્રગટ થયો હતો. આચાર્યપદવીને અંગે જૈન તથા જૈનેતર પત્રકારે. મહારાજશ્રીની આચાર્યપદવીના અંગે જૈનપત્ર, જૈનધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, જેનજીવન તથા જૈનેતર પત્રકારોએ પોતાના પત્રની શરૂઆતમાં મેટા અક્ષરોથી લખેલ છે કે ભાવનગરમાં ઉત્સાહ. આનંદની રેલમછેલ, યોગ્યને યોગ્ય માન વિગેરે હેડીંગથી ઘણું વિસ્તારથી લેખો લખી મહારાજશ્રીના ઘણું ગુણ ગાયા છે. જેનેતર પત્રકારોએ પણ ઘણાં સુંદર લેખો મહારાજશ્રીની બાબતમાં લખ્યા છે અને મહારાજશ્રીની મુક્ત કંઠે પ્રશંસા કરેલ છે. આ પ્રમાણે તેઓએ સર્વ પ્રજાવર્ગ તરફથી ચાહના મેળવી અને સર્વને પોતાના પ્રેમથી જીતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust