________________ (17) અને સુખને માર્ગ તેમણે શેધી કાઢ્યો. ચંદન ઘસાતું જાય તેમ સુગંધ ફેલાવી તેની કિંમત વધારતું જાય. સેનું કસોટીએ ચડે અગ્નિમાં પ્રજળે છતાં શુદ્ધપણું બતાવતું રહે. ઘસારા વિના ચળકાટ નહિં. આત્મામાં જામી ગયેલા કર્મમેલને ઘસી ઘસીને દૂર કર્યા વિના આત્માના વાસ્તવિક સ્વરૂપને ચળકાટ દેખાતો નથી. કેશવજીભાઈએ આખરે એ આત્મોન્નતિની ઝાંખી મેળવવા કર્તવ્ય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પ્રથમ તેઓ વતન છોડી સાળગૃહે પાલીતાણે આવ્યા. એક તે તેમની ભાવના હતી તેમાં વળી અત્રે સાધુઓના સમાગમમાં એ વધુ દઢ થઈ. અત્રે દિક્ષા લેવા તૈયાર થયા, પરંતુ કેટલાક સ્થાનિક સગા સંબંધીઓને કારણે એ ભાવના પાર ન પડવાથી ફરી વઢવાણુકેમ્પ ગયા. આમ વૈરાગ્યરંગમાં ( દિન પ્રતિદિન વધુ રંગાતા ગયા. પ્રકરણ 4 થું વડેદરામાં દિક્ષા ગ્રહણ-પ્રારંભનું દિક્ષિત જીવન, આ વખતે પરમ શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજ્યકમળ સૂરિશ્વરજી મહારાજ સાહેબ વડોદરામાં કઠીપોળના ઉપાશ્રયે બિરાજતા હતા. તેઓ ઘણું શાંત હતા. આવા ગુરૂજીની છાયામાં શિષ્ય તરીકે રહી જીવન જીવવામાં કે આનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust