________________ (4) પ્રકરણ 1 લું. ચરિત્રનો ઉદેશ. મહાપુરૂષોના જીવનચરિત્રથી આપણે પણ આપણું જીવન ઉચ્ચ બનાવી શકીએ.” જેમના આદર્શ જીવનમાં અખુટ બોધરસ ભર્યો હોય, જેમની ઉચ્ચ રહેણી-કરણી બીજાને મુગ્ધ કરતી હોય, જેમના જીવનમાં અવનવા અનુભવની. હારમાળા દેખાતી હોય, તેવા અલૈકિક મહાત્માઓનું ચરિત્રઆલેખન એ અતિ મહત્વનો અને જગજીનો નિયમ છે. જીવન-ચરિત્ર” એ જાણે તેના નાયકનું “જીવન-ચિત્ર” હોય તેમ વાંચકને જણાતાં તે નાયક પ્રત્યે તેનું હૃદય માન અને આદરભાવથી ઝુકી રહે છે, અને તેની અસર સચોટ થતાં તેવું જીવન જીવવાના અભિલાષ જાગે છે. પરિણામે “જીવનચરિત્ર” એજ જીવનમાં પ્રેરણાત્મક, સત્પથદર્શક અને અનુસરવા રૂપ બની રહે છે. એટલેજ “જીવન-ચરિત્ર” ના સર્વ પુસ્તકો ભાવિ પ્રજાનો અમુલ્ય અને ચિરસ્મરણીય વારસો છે. મદીને ચેન રતઃ પથ એ ન્યાયે પણ દિવ્યપુરૂષોના જીવનપ્રસંગે તેમણે અમુક મુશ્કેલીઓમાં તેમનું જીવન-નાવ કેમ ચલાવ્યું, ઉન્નતિ સાધવાના શું શું પ્રયત્ન કર્યા? વિગેરે જાણે તે પ્રમાણે વર્તવાને ભાવના થતાં જીવન ઉજાળી શકાય છે. મહાત્માઓના જીવન-ચરિત્રો અભૂત અસર કરે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust