________________ era ( 88 ) અભય કુમારે મળીશ્વર જીવન ચરિત્ર, હેય તો મળે છે. પછી તે દયામણું મોં કરીને હાથમાં ઠીબ લઈને ઘેર ઘેર ભીખ માગવા નીકળ્યા. શી વિધિની ગતિ! “અમારે ભીખ માગવી પડશે” એમ જે એમણે કહ્યું એ સર્વ ખરું પડયું. માટે કહેવાય છે કે સમજણવાળાએ પોતાની જીભે કદિ પણ પિતાને વિષે અશુલા શબ્દ કાઢવે નહીં. આમ દુ:ખમય જીવન વીતાડી બેઉ પોપિષ્ટ સ્ત્રી પુરૂષ દુર્ગાને મૃત્યુ પામી, કંઈ પણ પુણ્ય ઉપા ર્યું નહોતું તેથી દુર્ગતિમાં ગયા. જેટલો કાળ ધનેશ્વર અને ધનશ્રી સુખે સ્વર્ગમાં રહ્યા તેટલે કાળ એમના પુત્ર અને પુત્ર વધુએ ભવભ્રમણ કરતાં દુ:ખમાં કાઢ. શ્રેણીનો જીવ સ્વર્ગમાંથી દેવતાનું આયુષ્ય પૂર્ણ થયે, કાશપુર નગરમાં ભદ્ર નામે સમૃદ્ધિવાનું અને સર્વ શ્રેષ્ટ શ્રેષ્ઠી થયે. ધનશ્રીને જીવ પણ સ્વર્ગ થકી - વીને એ ભદ્રશેઠની લક્ષ્મી નામે ભાર્યપણે ઉત્પન્ન થયે. - હવે આ જ કાશપુર નગરમાં ધનચંદ્ર નામે એક ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. એને ધનવતી નામની બહુ ગુણવાન સ્ત્રી હતી. વાત એમ બની કે સ્ના અને કુમુદ્વતીને પરસ્પર પ્રેમ કહેવાય છે એજ પ્રેમ લક્ષ્મી અને ધનવતીની વચ્ચે બન્ધાય. પરન્તુ બેઉમાંથી એકેયને સંતાન નહોતું એટલે એમને ખેદ હતો. અનુકમે એકદા લક્ષ્મીએ મધ્ય રાત્રીએ એવું સ્વપ્ન જોયું કે અત્યન્ત તપેલા લાલચોળ અંગારા પિતાના મુખને વિષે પ્રવેશ કરે છે. " એવું જેવાથી મનમાં અતીવ વિષાદ થયો એટલે તે સતી શિરોમણિ (લક્ષમી) તત્ક્ષણ જાગી ગઈ. જાગીને એણે એ કુસ્વ નની વાત પતિને કહી. પતિ તો પોતાની સામાન્ય બુદ્ધિથી સ-, મજી ગયા કે એવા સ્વપ્નના અનિષ્ટ પરિણામ થાય છે. અથવા . તે એક બાળક હોય છે એ યે સમજે છે કે હંસ પક્ષી સુંદર અને કાક સુંદર નહિં. તે પ્રભાત થયે એણે સ્વપ્ન પાઠકને તેડાવીને એવા સ્વપ્નનું ફળ શું થવું જોઈએ એમ પૂછ્યું. પેલાએ પણ યથાર્થ–સત્ય હતું એજ કહ્યું. કેમકે વિદ્વાન કદિ વંચક હાય. નહીં. એણે એમ કહ્યું કે-હે શ્રેષ્ઠી, જે શાસ્ત્રમાં કહેલી વાત પ્રમાણુ હોય તે, આ સ્વપનનું ફળ એવું છે કે તમારે ત્યાં મહા-કુલક્ષણો, Jun Gun Aaradhak Tr11 P.P. Ac. Gunratnasuri M.S.