________________ અને અનેક યા અને તેના પ્રિયભાષી ( 86 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, સનપર બેઠા. અમારા આગમનની વાત સાંભળીને ઉદાયનને ક્ષુધાતુર માણસને અનેક વિધ પકવાન્ન મળવાથી જે હર્ષ થાય-એનાથી અનન્ત ગણે હર્ષ થયે; અને તેથી અમારા સમાચાર આપનારને પુષ્કળ દ્રવ્ય આપી સન્તુષ્ટ કર્યો અને પ્રિયભાષી જીહા કામધેનુ સમાન મનવાંછિત આપનારી છે–એ પ્રત્યક્ષ કરી બતાવ્યું. પછી એ અન્ય સર્વ કાર્ય પડતાં મૂકી અત્યન્ત પ્રમાદ સહિત સકળ પરિવારને સાથે લઈને મહાન આડઅરપૂર્વક અમને વન્દન કરવા આવ્યા; અને અમારી પ્રદક્ષિણા કરી, નમી, વૈમાનિક દેવેની પાછળ બેઠે. કેમકે ધર્મને વિષે તેમજ કર્મને વિષે ક્રમ સાચવો સારે છે. અમે પણ ભવ્ય પ્રાણિઓને બંધ થવા માટે ધર્મનું વ્યાખ્યાન શરૂ કર્યું. કેમકે એથી તીર્થકર નામ કમનો અનુભવ થાય છે. રૂપ, સિભાગ્ય, લાવણ્ય, લક્ષ્મી અને રાજ્યની કૃપા-આટલાં વાનાં પુણ્ય કર્યું હોય તેજ પ્રાપ્ત થાય છે. પાપ કર્યો હોય એને, એથી વિપરીત એટલે કદ્રુપ, દુર્ભાગ્ય વગેરેને એગ થાય છે. પુત્રાદિ પરિવાર ગમે તેટલું ખરચે-વાપરે તોયે, પુણ્યશાળીનું દ્રવ્ય ખુટતું નથી. પણ નિપુણ્ય જનોનું તે, હેાય તે ચે જતું રહે છે. એ પર ભદ્રશ્રેણી અને એના પુત્ર અભદ્રનું દષ્ટાન્ત છે તે આ પ્રમાણે પૂર્વે કોઈ રત્નપુર નામનું મોટું નગર હતું. એ નગરમાં નાના પ્રકારના મૂલ્યવાન રત્નના સમૂહને સમૂહ જોવામાં આવતાં હતા એથી જાણે એ વિશાળ રત્નાકરસાગર હાયની એમ ભાસ થતો હતો. ત્યાં સર્વ નાગરિકેન શિરોમણિ ધનેશ્વર નામને એક શ્રેષ્ઠી રહેતો હતો. એ ઉદારતામાં બલિરાજા સમાન અને દ્રવ્યમાં કુબેરભંડારી તુલ્ય હતો. એને, બીજી લક્ષ્મીદેવી હાયની એવી, ઉદાર, સરલ, ધીરસ્વભાવી, ગંભીર પ્રકૃતિવાળી, મિષ્ટ બેલનારી અને દઢ મનની ધનશ્રી નામની પત્ની હતી. એ દંપતીને એક સાગર નામનો પુત્ર હતો. એ પુત્ર, જેમ સાગર અનેક મસ્યાથી ભરેલો છે એમ સર્વ દૂષણોએ પૂરે હતે. એને વળી બીજી નમદા હેાયની એવી જડના સહવાસવાળી, કુટિલ અને નીચગામી નર્મદા નામની સ્ત્રી હતી. ધનેશ્વર અને ધનશ્રી–અને પરમ જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust