SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શરદ ઋતુ અને શ્રી ઉદયનને સ્વનગરમાં પ્રવેશ. (83). મદભર થઈ સર્વત્ર એની શેભાને નીહાળી નીહાળીને જોઈ રહી હોય એમ વિરાજી રહી. મેઘના જુથમાંથી છુટી બહાર નીકળેલ દેદિપ્યમાન સૂર્ય તે જાણે અગ્નિના તાપમાંથી બહાર કાઢેલો સુવર્ણને પિંડ હાયની એમ પ્રકાશ રહ્યો. ચંદ્રમાં પણ જાણે સૂર્યને પ્રતિસ્પદ્ધિ હાયની એમ, એ સૂચે દિવસના ભાગમાં તપાવેલી પૃથ્વીને રાત્રીને સમયે પિતાના શીતળ કિરણે વડે ઠંડી પાડવાનું પિતાને લાયકનું કાર્ય કરવા લાગ્યો. હંસપક્ષીઓ સૌન્દર્ય ગુમાવી બેઠેલા સરવરેને ત્યજી દઈ, નવીન સિન્દર્ય જેમણે ધારણ કર્યું હતું એવા સરવરે પ્રત્યે ઉડી જવા લાગ્યા. કેમકે જગમાં સર્વ કેઈને લેભ હોય છે. કૃષિકારે હાથમાં ગેણે લઈ મોટેથી બેલી બોલીને ધાન્યના ક્ષેત્રોનું રક્ષણ કરવા લાગ્યા; કેમકે ધન પ્રાણ સમાન છે શેરડીના ક્ષેત્રનું રક્ષણ કરનારાઓ ક્ષેત્રમાં રહ્યા રહ્યા જાણે શેરડીના અમૃત રસપાનથી પ્રાપ્ત થયેલા હાયની એવા મધુરસ્વરે ગીત લલકારી રહ્યા હતા. મદોન્મત્ત બળદના યૂથ જાણે ખરજ મટાડવાની હાયની એમ પોતાના આગલા પગવતી ભૂમિ બેદી રહ્યા હતા અને શૃંગાવડે. નદીના તટપર પ્રહાર કરી રહ્યા હતા. વળી વર્ષાકાળમાં જે નદીઓ પૂર આવ્યાને લીધે જેસબંધ વિહેતી હતી અને સંચાર હવે મંદ પડી ગયો કારણ કે સર્વ કેઈને સમૃદ્ધાવસ્થામાં જ ઉન્માદ થાય છે. મયૂરનાં પીંછા ખરવા લાગ્યાં અને હંસોમાં સિાન્દર્ય આવવા લાગ્યું. અથવા તે ઈર્ષ્યાળુ કાળનરેશ્વરનો સ્વભાવ જ એ છે કે એકનું ગૌરવ હરી લેવું અને બીજાને આપવું. કાદવ સર્વ શેષાઈ જવાથી માગે સુગમ થઈ ગયા; જેવી રીતે વિજયશાળી ભૂપતિ ચાર લોકોને ઉછેદ કરીને માર્ગોને સુગમ કરી દે છે એમ. અશ્વના મુખમાંથી નીકળતા ફણસમાન ઉજવળ કાશવૃક્ષેને, જાણે આ શરડતુના યશના અંકુ હાયની એમ, પુષ્પ આવ્યાં. અસન, કૂટજ, બાણ, સસછદ ઇત્યાદિ વૃક્ષે પણ જાણે એ શરન્ની શોભાને જોઈને રોમાંચિત થયાં હાયની એમ પુષ્પિત થયાં. જેમને ફળ આવ્યાં હતા એવી વાલુંકી વગેરે સર્વ વેલીઓ પોતપોતાના એ ફળને પત્ર વડે આછાદી રહી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy