________________ કુમારનંદીને અગ્નિપ્રવેશ–નાગિલનો પ્રત્યાદેશ. આવતાં માસને માસ વીત્યા હતા તે સ્થળે નિમેષમાત્રમાં પહોંચી ગયો. જોકે એ તો એને સદ્ય ઓળખી કાઢ્યો અને પૂછયું કે અરે ભાઈ, તે ઘર પ્રાણ બરાબર હતું છતાં એને છોડીને આટલા બધા દિવસ સુધી તું ક્યાં ગયે હતો? એટલે એણે, વ્યાસમુનિએ રામકથા કહી સંભળાવી હતી એમ પોતાની સર્વ વીતકકથા એમને મને કહી સંભળાવી. પછી હાસાપ્રહાસા યક્ષિણુઓના સન્દર્યમાં અતિ મુગ્ધ થયેલ હોઈ એણે, જાણે સુવર્ણની સાથે સ્પર્ધા કરવાને જ હોયની એમ અગ્નિપ્રવેશની તૈયારી કરી. આ કામ - આ વખતે એને મિત્ર પરમશ્રાવક નાગિલ હતો એણે આવીને એને ઉપદેશનાં શબ્દો કહેવા માંડ્યા. કારણ કે ધર્મમિત્રની આવે પ્રસંગે જ ખબર પડે છે. એણે શિક્ષા આપી કે મિત્ર, તે આ લેકે ઉપહાસ કરે એવું શું આદર્યું ? તારા જેવાઓ તે લેકે પ્રશંસા કરે એવું કંઈ સુંદર કાર્ય કરે. તે વિષયાધીન થઈને નિરર્થક મનુષ્યજન્મ ગુમાવવા નીકળે છે એ સુવર્ણના કાચબાને માટે મહાન પ્રાસાદને ત્રોડી પાડી નાખવા જેવું કરે છે. જે તે કામભોગની લાલસાએ આ વ્યવસાય આદરી બેઠા હો તો એ માટે તો તારે પાંચસો જેટલી પત્નીઓનું સાધન છે. દેવીઓને ભવિષ્યમાં પત્ની બનાવવા માટે આ તારી વર્તમાન સ્ત્રીઓને ત્યજી દેવા તૈયાર થયો છે એ તારું કાર્ય, ઉદરમાં રહેલી વસ્તુને માટે, હાથપર રહેલી વસ્તુને ત્યાગ કરવા જેવું મૂર્ખતાભરેલું છે. ભોગવિષય પરત્વે પણ તું જિનભગવાનપ્રત ધર્મને અનુસરીને ચાલ. કેમકે પાંચજ પૈસા માગવાનો પ્રસંગ આવ્યો હોય તો તેયે સજજન પાસે માગવા, અન્ય પાસે નહીં–એમ કહ્યું છે. જિનેશ્વરનો ધર્મ ફક્ત મોક્ષ પ્રાપ્ત કરવાનું જ સાધન છે એમ નથી; અર્થ અને કામની પ્રાપ્તિ પણ એનાથી થાય છે, કેમકે કોઢવધિ દ્રવ્યનું દાન કરવાની જેનામાં શક્તિ હોય છે એને મન એક શી ગણત્રીમાં ? તને તારી અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે, પણ સાથે અગ્નિજનિત પીડા પણ ભોગવવી પડશે. ક્ષપણકર સ્વર્ગે તો જશે પરંતુ લોકોની નિન્દા, તિરસ્કાર અને નિભૂસ્ના 1. રામાયણ. 2. એક ક્ષપણુક ભિક્ષુની વાર્તા છે એમાંથી આ દષ્ટાન્ત આપ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust