________________ ' અભયકુમાર માંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વિવિધ વિડમ્બના ઉપજાવનારા વ્યસન છોડ્યા છે પણ કોને? હરકોઈ રૂપવતી કન્યા એના દષ્ટિપથમાં કે શ્રવણપથમાં આવતી એને એ પાંચસો સુવર્ણ આપીને પણ પોતાની પત્ની બનાવતે. દ્રવ્યના લેભથી લેકે પણ એને કન્યા આપતા. આમ એણે પાંચસો સ્ત્રીઓનો મેળ કર્યો. પણ કામી પુરૂષોની આવી જ રીતિ હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. એ સ્ત્રીઓની સાથે પોતે એક એકતંભી પ્રાસાદને વિષે રહેતો છત સુખવિલાસ ભોગવતો. પોતે જાતે ઉપાર્જન કરેલા ભગવૈભવ ભોગવતાં માણસને અટકાવે કોણ? વળી એ ખ્યાળુ સ્વભાવવાળે હોવાથી પોતાની સ્ત્રીઓને બહાર નીકળવા દેતે નહીં નરકમાંથી બહાર નીકળવા ઈચ્છતા નારકીના જીવની જેમ. આ કુમારનંદીને પાંચ શુદ્ધ અણુવ્રતધારી નાગિલ નામનો શ્રાવક મિત્ર હતે. અથવાતો પૃથ્વી પર સવેત્ર નિર્ગુણી જનો જ વસે છે એમ નથી. ' હવે, મહાસાગરમાં એક પંચશૈલ નોમન દ્વીપ છે જે જાણે, એ સમુદ્રનું મધ્ય ખોળી કાઢવાના આશયથી એની અંદર રહ્યો હાયની ! એ દ્વીપમાં બે સમાનરૂપાકૃતિવાળી વ્યન્તર દેવીએ રહેતી હતી, તે જાણે પરસ્પર પ્રીતિ બાંધવાને એકત્ર મળેલી સરસ્વતી અને લક્ષ્મી જ હાયની ! આ દેવીએ પોતાના સ્વામી એ દ્વીપના અધિપતિ-વધુમાલીની સંગાથે કીડાસુખ ભોગવતી રહેતી હતી; જેવી રીતે ગંગા અને પાર્વતી શિવની સંગાથે ભેગવે છે એમ. એક સમયે દેવનો સ્વામી ઈન્દ્ર નંદીશ્વરદ્વીપે તીર્થયાત્રા નિમિત્તે જવા નીકળ્યો એટલે એના આદેશથી આ બે દેવીઓ પણ પિતાના પતિસહવર્તમાન ચાલી નીકળી. એમને આમ સાધર્મિક મેળાપ થયો એ પણ એમનાં ધન્યભાગ્યે જ સમજવાં. પણ એજ સમયે એક અનિષ્ટ વૃત્તાન્ત બન્યો કે વિન્માલી શૈલભ્રષ્ટ પાષાણની જેમ સહાયહીન ક્ષણમાત્રમાં શ્રુત થયો અને બેઉ વ્યક્તદેવી ભર્તાવિનાની થઈ પડી. એમ થવાથી મહાકસમુદ્રમાં નિમગ્ન થયેલી બન્ને ચિન્તવવા લાગી કે “આ તે આપણને શાન્તિ મેળવવા જતાં વેતાળ આવીને ઉભો રહ્યા જેવું થયું. ત્યારે હવે આપણે અન્ય કોઈને પ્રલોભનમાં નાખી આપણે પતિ બનાવીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust