________________ મિને સુકાળ-ધણને ધણું ! હોમને લીધે સકળ દેવગણને હું રંજિત કરું છું અને એ દેવે પણ તુષ્ટમાન થઈને પૃથ્વીને વર્ષાદથી તૃપ્ત કરે છે એટલે એમાં ધાન્યની નિષ્પત્તિ થાય છે અને લેકે સુખે જીવન ગાળે છે. વળી લોકે વિવાહાદિક પણ મારાં જેમાં આપેલાં લગ્ન પ્રમાણે કરે છે અને પાણિગ્રહણ પણ કરાવું છું—એટલેજ એઓ સંસારસુખનો ઉપભોગ કરીને સ્વર્ગનો હેતુ–એવી પુત્રરૂપ સંતતિ પ્રાપ્ત કરે છે. વેદના પાઠથી પવિત્રિત બ્રહ્માના મુખ થકી નીકળેલા બ્રાહ્મણને કેઈપણ પ્રકારનું દુ:ખ હેતું નથી, માટે એ નિરન્તર પાપથી અલિપ્ત રહે છે; પંકયુકત જળથી જેમ પદ્મ-કમળ અલિપ્ત રહે છે તેમ.”, ' ' . | વળી અભયકુમારના સેવકોના પ્રશ્નના ઉત્તરમાં એક ત્રીજા જણે કહ્યું “હું ક્ષત્રિય છું. મારા નિયમના અનુપાલનને લીધે હું શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણથી પણ ચઢી જાઉં છું. હું શત્રુને કદિ પીઠ દેખાડતા નથી, અને પડેલા શત્રુપર કદિ પ્રહાર કરતા નથી. ક્ષત્રિય રક્ષણ કરે છે એટલે જ સર્વલક પોતપોતાના ધર્મકાર્યો નિર્ભયતાથી કરી શકે છે. માટે આવી ક્ષત્રિયજ્ઞાતિને વિષે જમેલે મારા જેવો માણસ ધર્મિષ્ટ કેમ નહિં " ? વળી એક પ્રજાજને એમ ઉત્તર આપે કે “હું કેઈપણ પ્રકારના મનોવિકારોથી રહિત એવો વૈશ્ય છું. પશુપાલન આદિ મારી પ્રવૃત્તિ છે તે હું કર્યા કરું છું; વળી રાજયમાં કર પણ ભરું છું. તો એ કરતાં વિશેષ સુંદર તમે શું માગો છે”? કેઈએ વળી એમ કહ્યું કે “હું વ્યાપારી વણિક છું. રાત્રીદિવસ મારી દુકાને બેસી રહીને હિંગ, તેલ આદિ વસ્તુઓ સ્વચ્છ અને સાફ કરી વેચીને દ્રવ્ય ઉપાર્જન કરું છું અને આનન્દથી રહું છું. મેઘ પૃથ્વીને જળથી તૃપ્ત કરે છે તો હું યે યથાશતિ ભિક્ષુકોને કંઈ કંઈ આપીને સંતોષ પમાડું છું. કહો, ત્યારે હું ધર્મિષ્ટ ખરો કે નહીં "? વળી એક બીજાએ કહ્યું કે “હું વૈદ્ય છું. મલ, મૂત્ર, નાડી આદિની સંપૂર્ણ પરીક્ષા કરીને લંઘન, કવાથ, તસઉકાળેલું જળ આદિ પ્રયોગો વડે વાત-પિત્ત-જવર, લેબ્સ વગેરે વ્યાધિઓનું નિવારણ કરીને લેકને નીરોગી બનાવું છું;-જે કામ કરવાને દેવે પણ સમર્થ નથી. કહો ત્યારે, આવા જીવિતદાન આપનારા : મારા જેવાને ધર્મ ઉત્કૃષ્ટ નથી”? પછી વળી એક અન્ય જનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust