________________ w wwwww શ્રી અભય કુમાર મંત્રીધરની અંત્ય આરાધના. (153) ઉપજાવી હોય તે સર્વને પણ હું માનું છું, મારે તો સની સાથે મૈત્રી જ છે. સર્વ જી મારા સ્વજન થઈ ગયા છે અને એ જ સર્વ પરજન પણ થયા હશે. સર્વ જીવો મારા મિત્રરૂપ બન્યા હશે તેમ તેજ સર્વ અમિત્ર એટલે વૈરી પણ થયા હશે. માટે રાગ કે દ્વેષ કયાં કરાવે ? હું તો મારે ક્ષેમકુશળ દેહે, બધુવ અને અન્ય પણ જે જે સુસ્થાનને વિષે ઉપર્યુક્ત તે સર્વની અનુમોદના કરું છું. સમગ્ર જીવસૃષ્ટિને અર્થે જે ઉત્તમ તીર્થ પ્રવર્તેલ છે અને જે ઉત્કૃષ્ટ માર્ગ પ્રરૂપેલે છે તે સર્વેની પણ હું અનુમોદના કરું છું. જિનભગવાનના અથવા હરકોઈ બીજાના પ્રકૃષ્ટ ગુણે અને પરોપકાર વૃત્તિની હું અનુમોદના કરું . નિષ્પન્ન છે સર્વ કૃત્યે જેઓનાં એવા સિદ્ધભગવાનની સિદ્ધતા અને જ્ઞાનાદિરૂપતાની પણ હું અનુમંદના કરું છું. નિરન્તર ક્રિયાકાંડમાં પ્રવૃત એવા અનુયોગી આચાર્યોના સર્વે અનુગાદિક વ્યાપારની પણ હું અનુમોદના કરું છું. કિયારક્ત અને પરોપકાર તત્પર ઉપાધ્યાયના સિદ્ધાન્ત શિક્ષણની પણ અનુમોદના કરું છું. અપ્રવૃત્ત અને સામ્યભાવી એવા સમસ્ત સાધુસમાજની સમાચારીની પણ હું અનુમોદના કરૂં છું. વળી ગૃહસ્થ એ જે શ્રાદ્ધ સમાજ છે એમનું પ્રભુપૂજન, વૃતધારણ, ધર્મશ્રવણ તેમજ દાનાદિ વ્યાપારની પણ હું અનુમોદના કરું છું. ભદ્રક પરિણામી શેષજીવોના પણ સદ્ધર્મ બહુમાનાદિ વ્યાપારની પણ હું અનુમોદના કરૂં છું. હવે હું યાજજીવ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરૂં છું–અનશનવૃત લઉં છું. અને એમ કરીને અન્ય ઉશ્વાસે દેહુમુક્ત થઈશ. આ ધ્યાનમગ્ન અવસ્થામાં વળી અભયમુનીએ પંચપરમેષ્ટિ નમસ્કારને કે શ્રી વીરતીર્થકરને ચિત્તમાંથી લેશ પણ દૂર કર્યા નહિં. એમ કરતાં કરતાં શુભતર ભાવ થવાથી દુષ્કર્મરૂપ પોતાના દાવાગ્નિને પ્રશાન્ત કરી નાખી, માન અને મેહરૂપી સર્પનો પ્રતિઘાત કરી, ગુણીજનોના આભૂષણભૂત અભયમુનિએ સાધુધર્મ પર ધ્વજારોપણ કર્યું અર્થાત્ એને પૂર્ણ દીપાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust