________________ સંવરને જય અને ચારિત્ર રાજાને નમસ્કાર (149) એવી રીતે પ્રહાર કર્યો કે એ છુરિકાનું પાનું પડી ગયું અને હાથમાં ફક્ત મુઠ રહી. એ વખતે પણ સંવરે તે યુદ્ધનીતિને અનુસરીને પોતાની બુરિકા પડી મૂકી. હવે અન્ય શસ્ત્રોના અભાવે વરશિરોમણિ સંવર અને જગદ્ધીર કંદર્પ ઉભયે મલ્લયુદ્ધ આદધું. એ દેવતાઓ પણ સવિસ્મય નીરખી રહ્યા. આ યુદ્ધમાં શત્રુના ગ્રાહમાં પિતે ન આવતાં ધ્યાન રાખી સંવરે કંદર્પને ભૂમિપર પાડી દીધે. કારણ કે ચત ધર્મસ્તતો ગયા “આ સંવર સકળ વિશ્વને વિષે એકાકી વીરપુરૂષ છે. એને જય થયો છે, એને વિજય થયો છે. કેમકે એણે કામમલ્લનું માન કસુંબાની જેમ ચગદી નાખ્યું છે–” આવા સ્તુતિનાં વચને કહી દેવતા તથા વિદ્યાધાએ સંવર પર ઉત્કૃષ્ટ પુષ્પની વૃષ્ટિ કરી. સ્વયંવરા કુમારીની પેઠે જયશ્રીએ પણ એના કંઠમાં હર્ષ સહિત વરમાળ આપી તારા ભક્તની સામે હું નજર પણ નહિં કરું, હું તારો દાસ છું” એમ જીવિતાથી કંદર્પ દાંતમાં તરૂણું લઈ પુનઃ પુન: સંવરને કહેવા લાગે એટલે એને છોડી મૂક્યો. કારણ કે ક્ષત્રિય કદિ પડતાપર પ્રહાર કરતા નથી. પછી સર્વ પરિચ્છદ જેનો છિન્ન ભિન્ન થઈ ગયો છે એવો એ કંદર્પ લજજાને લીધે નીચું જોતો ગુપ્તપણે પોતાના સ્થાનમાં જઈ રહ્યો. . ઘેર ગયા છતાં લજજાને કારણે પિતામહ મેહને કે પિતા રાગને પણ મળે નહિ. કેમકે વીરપુરૂષોને લજજા મહાટી વાત છે. પિતામહ અને પિતા બેઉ પોતાની મેળે એની આગળ ગયા અને એને પ્રતિબંધનાં શબ્દો કહેવા લાગ્યા–અરે ત્રણજગતના વીર, ધીરતાના ધરણીધર, યુદ્ધમાં કેઈવાર જય થાય છે ને કઈ વાર પરાજ્ય પણ થાય છે માટે હે વત્સ, પ્રાકૃત મનુષ્યની પેઠે ખેદ કરીશ નહિં. આ પ્રતિબંધ સાંભળીને કામ પરાજ્યનું દુઃખ વિસારી દઈ પોતાના માજશેખના કાર્યમાં વળગી ગયે. અહિં સંવર વીર પણ રણક્ષેત્ર ખાલી કરીને. હર્ષ સહિત ચારિત્રધાન રાજાધિરાજને વંદન કરવા ગયો. જતાં માર્ગમાં પગલે પગલે બન્ટિજનોએ ઉંચા હાથ કરી કરીને સ્તુતિ કરી કે-હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust