________________ શ્રી સર્વર અને મકરવજનું યુદ્ધ . (147) હતા. વિમાનમાં રહેલા દેવતાઓ હાયની એવા રથિકે પણ રથમાં રહીને, રમતાં રમતાં યુદ્ધ કરવા લાગ્યા. વળી દંડેદંડવાળાએ શક્તિએ શક્તિવાળા, મુગરે મુદગરવાળાઓ અને તેમરે તેમરવાળાઓ પરસ્પર લડવા ઉતરી પડયા હતા. - આ પ્રમાણે યુદ્ધ કરતા સંવર અને અનંગના સિન્યામાં તક્ષણ શસાસ્ત્રો એવી રીતે ઉડવા લાગ્યા કે કાયર હતા એ તો ઉડી ગયા. જેમનામાં શૂરાતન હતું એ જ ગિરિનદીના પૂરની જેમ ઉંડા મૂળવાળા શત્રુરૂપી વૃક્ષોને પણ ઉખેડી નાખતા અહિં તહિં પરિભ્રમણ કરવા લાગ્યા. એમ કરતાં સંવરના સૈનિકોના અનંગના સૈન્યપર એવા પ્રહારો પડયા કે એ લાજ મૂકીને દશે દિશાઓમાં નાસી ગયું. એ વખતે આકાશમાં રહેલા દેવતા અને વિદ્યાધરેએ હર્ષસહિત જયનાદ કરીને સંવરના સૈન્યપર પુષ્પ વૃષ્ટિ કરી. પિતાના સિન્યમાં ભંગાણ પડયું જોઈ મમત્વ પુત્રની સાથે વેદેદય રથમાં રહેલો મકરધ્વજ હાસ્ય કવચ ધારણ કરી, વામહસ્તમાં ધનુષ્ય અને અન્ય હસ્તમાં બાણ લઈ મન્મત્ત બની રણમાં ઉતર્યો. તરત જ એણે ધનુષ્યની પ્રત્યંચાને એવી રીતે આકષી કે એનાથી ઉત્પન્ન થયેલ રણકાર શબ્દથી એણે આકાશને ગજાવી મૂકયું; પાઠ કરતાં છાત્રે મઠને ગજાવી મૂકે એમ. ત્વરિતપણે સતત્ વિશ્રાન્તિ વિના બાણધારા છોડતો પંચબાણ સૈનિકે શીધ્ર નાસી જવા લાગ્યા. કહેવત છે કે શેરને માથે સવા શેર હોય છે. તે વખતે “અહો ! આણે એકલાએ વિજય મેળવ્યો એ જ ખરો શરવીર” એમ કહીને દેવ વગેરેએ એ પુષ્પધન્વા અનંગપર પુષ્પવૃષ્ટિ કરી. આમ પિતાના સૈન્યની અવદશા થઈ ઈને સંવર લેશ પણ ક્ષોભ પામ્યા સિવાય લડવા ઉતર્યો. કેમકે કોઈવાર ધણીનોયે વારો આવે. નિર્મમત્વ નામના જયેષ્ઠ પુત્રની સંગાથે સવેગ રથમાં બેસી, દમન કવચ ધારણ કરી અભિગ્ર- . હગ્રહ શર, તથા પૂર્વે વર્ણવેલાં ઢાલ કૃપણ, હુરિકા આર્દિ શાસ્ત્રો અને બ્રહ્મચર્યરૂપી ઉન્નત દંડ સાથે રાખી લડવા લાગ્યા. દઢ લડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust