________________ (૧૪ર) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આદર્યો છે તે એનો દુર્મદ હું આજ ક્ષણે ઉતારી નાખું છું.” આમ ઉચ્ચ સ્વરે ગર્જના કરીને એણે યુદ્ધની ભેરી વગાડવાને આદેશ કર્યો કે જેથી સુભટે શીધ્ર તૈયાર થઈ જાય અને સંવર પર ચઢાઈ લઈ જવાય. આ ન ભરીને નાદ થયે કે તëણ એને મિથ્યાત્વ નામનો અમાત્ય અને કષાય નામના સેળ મંડળાધીશે તયાર થઈ ગયા. મહાવતોએ વિકરાળ નાગસમાન દુવ્યસન આદિ હસ્તીઓ તૈયાર કર્યા, અશ્વાએ પાનભક્ષણ આદિ અવે તૈયાર કર્યા અને રથિન કેએ નિત્યવાસના આદિ વિશાળ અને ઉંચા રથ તૈયાર કર્યા. આશ્રદ્વાર વગેરે પાયદળ ચકચક્તિ ખો લઈને તૈયાર ઉભું, અને અકાળપાઠ વગેરે ધનુર્ધારીએ પણ રણમાં ઝુઝવા તત્પર થયા. આ પ્રમાણે ચતુરંગી સેના લઈને ગર્વિષ્ટ મકરધ્વજ મહાસાગરની જેમ ગજરવ કરતો ઉતાવળે ચાલી નીકળ્યા. એની આગળ પાપોદય સેનાપતિ, પાછળ મિથ્યાત્વ અમાત્ય, અને બેઉ બાજુએ કષાય મંડળેશ્વરે ચાલવા લાગ્યા. અનુક્રમે કામરાજા અને એનું અસંખ્ય સૈન્ય પૃથ્વી તથા આકાશ પ્રદેશને પૂરી નાખતું દેહાવાસ રણક્ષેત્રને વિષે આવી પહોંચ્યું. અહિથી એણે, રાજનીતિને અનુસરીને, મૃષાવાદ નામને દત સંવર પાસે મેકલ્યા. એ દૂતે જઈને કહ્યું–હે સંવર, હું કામરાજાને દૂત છું. મારા રાજાજીએ કહેવરાવ્યું છે કે અમારા અત્યન્ત વલ્લભ સેવકેને, ગ્રહણને દિવસે શ્વાનને મારકૂટ કરવામાં આવે છે એમ, તમારા સેવકોએ મારકૂટ કરી હેરાન હેરાન કરી નાખ્યા છે એ દોષ બદલ તમે જ શિક્ષાને પાત્ર છે, કારણ કે સેવકના અપરાધનો દંડ સ્વામીએ સહન કરવો એવો પ્રચલિત રિવાજ છે. માટે જે તમારે રાજ્ય અને દેશનો ખપ હોય, સુખની ઈચ્છા હોય અને તમારા પ્રાણ તમને વહાલા હાય તો સત્વર આવીને અમારી ક્ષમા માગે. તમારે અપરાધ તો બહુ મોટો છે પણ જો તમે આવીને અમને નમશે તો અમે તત્ક્ષણ તમારા પર પ્રસન્ન થઈશું; કારણ કે, મહાત્માએનો કેપ સામે પક્ષ નમી પડ્યા પછી શાન્ત થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust