SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ( 128) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, યબ છે. એના ગ્રાહામાં આવેલા યમની જિન્હા જેવી વિકરાળ જવાળા વિસ્તારતા અગ્નિમાં પણ લીલામાત્રમાં પ્રવેશ કરે છે. એના વચન માત્રથી પ્રાણુઓ અનેક મત્સ્યથી ભરેલા ઉછળી રહેલા મેજાએથી ભયંકર દેખાતા એવા સમુદ્રમાં, જાણે એક સાધારણ સરોવરમાં ઉતરતા હોયની એમ, પ્રવેશ કરે છે. એના પંજામાં સપડાયેલા પ્રાણીએ, કદલીવનમાં પ્રવેશ કરતા હોયની એમ, રમતા રમતા ધનુષ્ય–ખર્શ વગેરેને લીધે ભયંકર દેખાતા રણક્ષેત્રમાં પણ ઉતરી - પડે છે. આ જગતમાં પ્રાયે એવું કંઈ નહિ હોય કે જે એની આજ્ઞા અમાન્ય કરવાનું ઈછે. એના જેવા મહારાજાના વંશના શાસનમાં કંઈ પણ અસંભવિત નથી. એ કામદેવને એના જેવાજ - ગુણવાળી રતિ નામે ભાર્યા છે-એ પણ એનું મહેદ્ ભાગ્ય. કેમકે અનુરૂપ સ્ત્રી મળવી બહુ વિરલ છે. સકળ જગને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખે એવું તે એ રતિનું સિાન્દર્ય છે. અને એને - લીધે જ એ સર્વ રૂપવતી સ્ત્રીઓમાં દષ્ટાન્તાસ્પદ થઈ પડી છે. શંભુને જેમ ગોરી વિના ચેન પડતું નથી તેમ કામને એના વિના પળ માત્ર પણ ચેન પડતું નથી. વળી આ કામરાજાને સ્પર્શન, ધ્રાણ, નયન શત નામે ચાર બળવાન સુભટે છે. એના સેનામાં એક રસના નામની રણશરી સ્ત્રી છે. સ્ત્રી પણ કઈ કઈ પુરૂષત્વવાળી હોય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. શેષ સુભટેથી અસાધ્ય એ પરપુરપ્રવેશ એને સ્પર્શન નામને સુભટ વિનાશ્રમે કરી શકે છે; નિર્મળસ્વચ્છ સ્ફટિકને વિષે પ્રતિબિમ્બ પ્રવેશ કરે છે એમ. નવનીત સમાન કમળ સ્ત્રીના અંગ–તૂલ આદિ વસ્તુઓજ એને : ગમે છે. બાવળ કે કાચ વગેરેનું તો એ નામ પણ લેતો નથી. - જ્યારે એ કેમળ વસ્તુઓને સ્પર્શ પ્રાપ્ત કરે છે ત્યારે તે જાણે પિતે હે પરાક્રમ કર્યું હેયની એમ માને છે અને માહિતી વિદ્યાવાળાની જેમ સકળ જગતને મુગ્ધ બનાવી દે છે. વળી એને ઘાણ સુટ વિતાઠ્ય પર્વતની એકાન્ત-નિર્જન ગુહામાંજ હે- યની એમ એની નાસિકાના વિવરમાં વર કરીને રહેલો છે–ત્યાં એને કુંકુમ-કેસર, કપૂર, કસ્તૂરી, પુષ્પ વગેરેને ઉત્તમ સુગંધ P. PAC. Gunratnasuri Sun Aaraanak in
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy